પ્રેરણા પરિમલ
ભારતની સંસ્કૃતિ આપણે સાચવવી
એક ભાવિક એમના બંને દીકરાઓ સાથે સ્વામીશ્રી પાસે આવ્યા હતા. એક કહે : 'ડૉક્ટરનું ભણું છુ.'
'સારું, સારું. બરાબર ભણજે. પણ ખાવા-પીવા(દારૂ-માંસ)નું કેમ છે ?'
'ચાલે છે.'
સ્વામીશ્રી કહે : 'અમને કદાચ અધ્યાત્મની રીતે ન માને, પણ મૅડિકલની દૃષ્ટિએ તું વિચાર કર કે પીવું એ સારી બાબત છે ?'
'ના.'
'તો જે વસ્તુ તારા શરીરને નુકસાન કરે છે એને શરીરમાં ઘાલવાની જરૂર જ શું છે ? તું તો ડૉક્ટરનું ભણે છે, તને અમારે બહુ કહેવાનું હોય નહીં. તને કાંઈ મૂકવાનો વિચાર આવે છે ?'
પેલો કાંઈ ઉત્તર આપે એ પહેલાં જ સ્વામીશ્રીએ એમના પિતાશ્રીને પૂછ્યું : 'તમે લો છો ?' સ્વામીશ્રીના મનમાં એમ હતું કે તેઓ નહીં લેતા હોય. અને જો ન લેતા હોય તો એમની શાહેદી લઈને વાત કરવી કે બાપુજીને આટલાં વર્ષો સુધી પીધાં વગર ચાલ્યું તો તને કેમ ન ચાલે ? પરંતુ પેલા ભાવિક કહે કે, 'પ્રસંગે પ્રસંગે ક્યારેક લેવાનું બને છે.'
'તો પછી મારે આને ઉપદેશ શું આપવો ?' સ્વામીશ્રીનું નિશાન ફંટાઈ ગયું હતું. આગળ કહે : 'એ પાછો મને દલીલ કરશે કે પહેલાં આમને મુકાવો પછી મને વાત કરો. મારે એને શું કહેવું ? તમે તો ભણેલા છો. આની કંઈ જરૂર ખરી? જરૂર વગર અમથું અમથું નાખ નાખ શું કરવું ? અને આ પીવું જ પડે એવું ક્યાં છે ? પાર્ટીઓ વગર શું આપણાં કામ નથી થતાં ?' સ્વામીશ્રીએ લગભગ બે મિનિટ સુધી એમને વાત કરી એમાં આ પ્રકારના ઘણા પ્રશ્નો પૂછી લીધા.
પેલા ભાવિક કહે : 'આપની વાત સાચી છે.'
સ્વામીશ્રી કરુણાર્દ્ર થઈને કહે : 'આ તો તમો વરસોથી ભગવાનની સેવા કરો છો તો અમારે પણ કંઈક આપને આપવું જોઈએ ને ! અમે આપને આ આપીએ છીએ કે જીવન પવિત્ર રાખવું, શરીર સંસ્કાર અને સંસ્કૃતિ બધું સારું રહે તો તમારી પાછલી પેઢીમાં પણ એ વસ્તુ ચાલી આવે અને તમારી પેઢી પણ સુખી થાય.'
સાથે આવેલા હરિભક્ત કહે : 'બાપા એમને આશીર્વાદ આપો કે બધું છૂટી જાય.'
સ્વામીશ્રી કહે : 'એ ઊભા થઈને લે તો આપું ને !'
પેલા ભાવિક કદાચ હજી મનમાં મથામણ અનુભવી રહ્યા હશે, પરંતુ સ્વામીશ્રીનું આ વાક્ય સાંભળીને ઊભા થઈ ગયા, સ્વામીશ્રીની નજીક ગયા. સ્વામીશ્રી એમને આશીર્વાદ આપતાં કહે : 'તમે આ કરો છો એટલે અમને પ્રેમ છે, અને એટલે જ અમે તમને આ આશીર્વાદ આપીએ છીએ. હજારો ને અબજો માણસો દારૂ અને માંસ વગર જીવી શકે છે. પણ આ તો ફૅશન થઈ ગઈ કે આ દેશમાં આવ્યા એટલે લેવું જ પડે - એવું કશું જ નથી. તમે કદાચ લો તો પણ આ ધોળિયાઓ તમને પોતાના નહીં ગણે. આપણે આપણી ખાનદાની જાળવી રાખવી જોઈએ.' પેલા ભાવિક માટે કશું જ બોલવાનું રહ્યું ન હતું. સ્વામીશ્રીએ દરેકને વર્તમાન ધરાવ્યાં અને હાથમાં જળ આપતી વખતે પણ સ્વામીશ્રી બોલતાં રહ્યા : 'કાર્ય બધું કરીએ પણ બે વસ્તુ નકામી છે એ કાઢી નાખવી. ભારતની સંસ્કૃતિ આપણે સાચવવી. આપણે અહીંયાં પૈસા કમાવવા માટે આવ્યા છીએ એ બરાબર, પરંતુ સંસ્કાર, સંસ્કૃતિ ને અધ્યાત્મનું દેવું ના કરી નાખવું. એ મૂકવા માટે આપણે નથી આવ્યા એ સાચવવું.'
(તા. ૧૮-૫-૨૦૦૪, ન્યૂયોર્ક)
Vachanamrut Gems
Gadhadã II-40:
One Extra Prostration
“So that you remember this fact daily, from today, all sãdhus and all devotees should observe the following vow: After performing puja of God, one should offer prostrations according to one’s daily practice. After this, to compensate for having knowingly or unknowingly harmed a devotee of God by thought, word or deed during the day, one should perform one extra prostration daily. This is My command; so please do abide by it.”
[Gadhadã II-40]