પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-6-2017, દિલ્હી
આજે યોગીચિંતનદાસ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘સ્વામી ! દંભ કરીએ તોય ઘણી વાર ખબર ન પડે કે આ દંભ કરીએ છીએ, સાચું જ લાગે. કથા-વાર્તા-આરતી કરીએ તે બધું સારું જ લાગે. તો ખબર કેવી રીતે પડે કે દંભ કરીએ છીએ ?’
સ્વામીશ્રી કહે : ‘સખત અંતર્દૃષ્ટિ.’
યોગીચિંતનદાસ સ્વામીએ પૂછ્યું : ‘અંતર્દૃષ્ટિ એટલે આપની સામે જોવાનું ?’
સ્વામીશ્રી કહે : ‘ના. પોતે એમ વિચાર કરે કે ‘હું જે કરું છું તે બધું સાચું કરું છું ? કાંઈપણ, લેશપણ એમાં ઠગાઈનો ભાવ છે ?’ જાતને હચમચાવે. આ તો બીજાને હચમચાવીએ.’ માણસમાત્રની આ તુચ્છ પ્રકૃતિ પર હસતાં સ્વામીશ્રી બોલ્યા.
યોગીચિંતનદાસ સ્વામીએ પૂછ્યું : ‘આપણને ખબર પડે કે આપણે દંભ કરીએ છીએ, પછી શું કરવાનું ?’
સ્વામીશ્રી ભાવમાં આવીને ભાર દઈને કહે : ‘કાઢવાનું. દુઃખ થશે પણ કાઢવું પડશે. ઘણું દુઃખ થશે પણ અંતરમાં મુમુક્ષુતા હોય તો લાત મારી દે. ગેટ આઉટ(બહાર નીકળ) !’
તે કહે : ‘આ તો બહુ કડક થવું પડે.’
સ્વામીશ્રી કહે : ‘હા, આ સત્સંગ જ અંતર્દૃષ્ટિનો છે. 99% અંતર્દૃષ્ટિ. આપણે એના બદલે બીજાના સામે જો જો કરીએ છીએ. ઊંધી અંતર્દૃષ્ટિ. આપણે સ્વયંમાં જોવાનું. બીજામાં જુએ તો કચરો ભર્યો અને પોતા સામું જુએ તો કચરો કાઢ્યો.’
Vachanamrut Gems
Gadhadã II-3:
Attaining of Falling from a Great Status
“… In addition, all those who abide by the niyams prescribed by Shri Krishna Bhagwãn attain a great status, whereas those who do not abide by those niyams fall from their status, even if they are great. It is also said that if a common person breaches those niyams, he will certainly regress.”
[Gadhadã II-3]