પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૭૬
લંડન, તા. ૨-૬-૧૯૭૦
આજે 'ન્યૂઝ એજન્સી'ના રિપોર્ટર ડેવિસ આવેલા. એમના ઘણા પ્રશ્નોમાં એક હતો :
ડેવિસ - 'સ્ત્રીને ન જોવી, તેની સાથે વાત ન કરવી, માંસ ન ખાવું, એ બધા નિયમો આ દેશમાં ને આફ્રિકામાં પાળવા ઘણા કઠણ છે, તો તેમાં તમારું શું કહેવું છે ?'
સ્વામીશ્રી - 'અમારા ભગવાન સહજાનંદ સ્વામીએ કડક નિયમ આપેલા છે, તેમના આશીર્વાદથી બધા નિયમો પળે છે...'
એમનો બીજો એક સરસ પ્રશ્ન હતો :-
ડેવિસ - 'સામાન્ય લોકો પર આપનો શો પ્રભાવ છે ? સર્વ જીવોના અંતર્યામી આપ કેવી રીતે છો ?'
સ્વામીશ્રી - 'એવું ઐશ્વર્ય શ્રીજીમહારાજે ભગતજી મહારાજને તથા અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજને આપેલું હતું. ત્યાર પછી સર્વ જનને રાજી કરવા, કથાવાર્તા કરવાનું ઐશ્વર્ય આપ્યું.'
'પોતાના ગુરુ અંતર્યામી હતા. પોતે તો એમના દાસ છે' - એ ભાવમાં યોગીજી મહારાજે ઉત્તર આપ્યો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-53:
The scriptural definition of 'delusion'
“The characteristic of delusion as described in the scriptures is as follows: When delusion pervades one’s heart, one simply cannot perceive one’s own flaws. Thus, not being able to perceive one’s own flaws is, in fact, the very definition of delusion.”
[Gadhadã II-53]