પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે જન્મજયંતીની સભામાં સ્વામીશ્રીએ સૌ પર આશીર્વર્ષા કરતાં જણાવ્યું હતું કે -
“પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવન, કાર્ય અને પ્રવચન દ્વારા કેટલીય વાર ઘૂંટાવ્યું છે કે ભગવાન સર્વ કર્તાહર્તા છે. તેમની ઇચ્છાથી સત્સંગ વધે કે ઘટે તેમાં રાજી રહેવું. અત્યારે તો સત્સંગ વધી જ રહ્યો છે, પણ ભગવાન તો ચાહે સો કરે.
સ્વામીબાપાને આ સમજણ દૃઢ હતી તો 1974માં આફ્રિકાથી પાછા આવવાનું થયું તોય સ્થિર રહ્યા. લંડનમાં હેરોની જમીનના કેસમાં હાર્યા તોય પાંચ સેકન્ડમાં ઘસઘસાટ ઊંઘી ગયા. સવારે સ્વામીશ્રી જાગ્યા ત્યારે પૂછ્યું કે ‘તમને ઊંઘ આવી ગઈ ?’ સ્વામીબાપા કહે : ‘હા. આપણે ક્યાં કંઈ ખોટું કર્યું છે ? જે કરવાનું હતું તે આપણે કર્યું. હવે જેવી ભગવાનની ઇચ્છા.’
સ્વામીબાપાના જીવનમાં આવા તો અનેક પ્રસંગો છે. તેઓએ રોજબરોજ આ વાત ઘૂંટાવી છે, એટલે મને શાંતિ રહે છે. પ્રશ્ન જ નથી. અંતરમાં નિશ્ચિંતતા રહે છે. આપણે તેઓના આ કાર્યમાં ગોઠવાઈ જવાનું છે તો ખૂબ શાંતિ રહેશે.
કર્તાહર્તા ભગવાનને માનીએ છીએ. તે જ બધું કરે છે. સ્વામીબાપાના મોંએ ખૂણે-ખાંચરે પણ ‘આ મેં કર્યું’ તે આપણે સાંભળ્યું નથી. તેમના આ માર્ગે આપણે ચાલવાનું છે. સંપ અગત્યની વાત છે. આપણે સામેથી સુહૃદભાવ રાખવાનો. જે ખાય તેની ભૂખ જાય. કથા પણ પોતા પર લેવાની. બીજા પર ફેંકવાની નહીં. પોતા પર લે તે અંતર્દૃષ્ટિ. બીજા પર નાંખે તે બાહ્યદૃષ્ટિ.
સંપ-સુહૃદભાવ-એકતાની વાત ભવ્ય, સચોટ અને પાયાની વાત છે. આપણે તે માર્ગે ચાલ્યા જવાનું છે.”
Vachanamrut Gems
Gadhadã I-75:
Four Types of People God Does Not Get Along With
"However, a person who keeps animosity towards a devotee of God does not attain liberation. As his hatred towards the devotee increases, his mind becomes more and more polluted. In fact, when he dies, he falls into the same pit of narak as that entered by a person who has committed the five grave sins10. Thus, all those who have affection for a devotee of God, regardless of whether they are family members or not, attain liberation."
[Gadhadã I-75]