પ્રેરણા પરિમલ
ક્ષમતા એમ ને એમ ઓછી પાંગરે?
લંડનમાં ચાલતી એક સદ્પ્રવૃત્તિનું નામ છે 'લેન્ડ માર્ક ફોરમ' - આ સંસ્થા પોઝીટીવ એટીટ્યુડ - સવળો વિચાર કરતા શિખવાડીને માણસને આગળ વધારવાની પ્રવૃત્તિ કરી રહી છે. સંસ્થાના ચૅરમૅન જ્હોની ટેનન આજે ખાસ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. વિશ્વમાં ૫૦ જેટલાં સેન્ટરો ચલાવતી આ સંસ્થાની પ્રવૃત્તિથી તેઓએ સ્વામીશ્રીને વાકેફ કર્યા.
સ્વામીશ્રીએ સામે પ્રશ્ન કરતાં પૂછ્યું : 'આ સંસ્થા વ્યસન મુકાવે છે?'
જ્હોની ટેનન સંતોષદાયક જવાબ આપી ન શક્યા. વાતને વાળવા માટે તેઓએ ઉત્તર આપતાં કહ્યું : 'સવળો વિચાર કરે તો એ થાય પણ ખરું. મૂળ તો માણસની ક્ષમતા વધારે ને વધારે પાંગરે એ માટેના અમે પ્રયત્નો કરીએ છીએ.'
સ્વામીશ્રી કહે : 'ક્ષમતા એમ ને એમ ઓછી પાંગરે? પાંગરવાનું મૂળ તો વ્યસનમુક્તિ છે. પાયામાંથી જ એ જો હોય તો જ માણસ સારી રીતે કામ કરી શકે.' જ્હોની પાસે સ્વામીશ્રીની આ દલીલનો કોઈ ઉત્તર ન હતો.
(૩૦-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Gadhadã II-31:
One's Choice of Worship Governs the Outcome
“… Similarly, when the jiva worships God in the form of Brahmã and other gods, it attains fruits in the form of dharma, arth and kãm. But, when it worships the avatãrs of God – Rãm, Krishna and others – it becomes brahmarup and attains liberation…”
[Gadhadã II-31]