પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૩૧
૭-૧૯૬૮, ગોંડલ
યોગીજી મહારાજ ઉકાળો લઈ રહ્યા હતા. માંદગીને કારણે દૂરદૂરથી બહુ હરિભક્તો દર્શને આવી રહ્યા હતા. 'બાપા ! આપના ઉપર બધાને બહુ હેત તે દર્શન કરવા આવે છે...' યોગેશ્વર સ્વામીએ કહ્યું.
'મેં બધાનું સાચવ્યું છે. બધાની સેવા કરી છે. કોઈનું અપમાન નથી કર્યું. કોઈનો તિરસ્કાર નથી કર્યો. એટલે બધાને મારા ઉપર હેત થાય ને... મેં કોઈની પાસે કાંઈ માગ્યું નથી. ઠાકોરજી માટે સેવા કરાવી છે, પણ મારા માટે-દેહ માટે કંઈ નથી માંગ્યું. મને માંગતા પણ શરમ આવે. એટલે બધાને મારી ઉપર હેત થાય ને...'
સ્વામીશ્રીએ ઘણી વાત કરી પુરુષાર્થથી મનુષ્ય ભગવાન અને સંત સાથે હેત નથી કરી શકતો, પણ સંતકૃપાથી જ મનુષ્યને ભગવાન સાથે હેત સંભવે છે - એ સિદ્ધાંતનું અહીં દર્શન થાય છે. સાચા પરમાર્થી સંત-ગુરુ જીવને ભગવાન સન્મુખ કરવા કેટલો યત્ન કરે છે !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-4:
No matter how a devotee dies, he will reach God
“In this world, many sinful people die with full consciousness. Also, a soldier or a rajput who has injured his body may die while being fully conscious. That being so, will a non-believer who dies with full consciousness still attain liberation, despite being a non-believer? Of course not; he will certainly be consigned to narak. Conversely, regardless of whether a devotee of God dies in a disturbed state due to the influence of bãdhitãnuvrutti or while engaged in the chanting of God’s name, that devotee still reaches the holy feet of God.”
[Gadhadã III-4]