પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૨૬
મ્બાલે, તા. ૧-૩-'૭૦
યોગીજી મહારાજ બપોરે ઠાકોરજી જમાડતા હતા.
એક સંતને જમવું નહોતું તે બાજુના ઓરડામાં બેઠા હતા. સ્વામીશ્રીએ તેમને યાદ કર્યા અને બોલાવવા મોકલ્યા.
'મારે જમવું નથી, તેથી અહીં બેઠો છું.'
'જમવું ન હોય તો કાંઈ નહિ પણ અહીં આવી બેઠાં બેઠાં દર્શન તો કરો. ગુણાતીત સ્વામી તો વરસતે વરસાદે, અડધી રાતે, મહારાજનાં દર્શન સારું ઊભા રહ્યા હતા. આપણે તેવું તો નથી ને ?'
ગુરુભક્તિના આવા પ્રત્યક્ષ પાઠો સ્વામીશ્રી પાસે ક્યારેક શીખવા મળતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-44:
A staunch devotee perceives only his own flaws
“Thus one who is a staunch devotee of God perceives only his own flaws, but never does he notice the flaws of other devotees.”
[Gadhadã II-44]