પ્રેરણા પરિમલ
અક્ષરધામની ચાવી
ગોંડલમાં યોગીજી મહારાજ શણગાર આરતી કરવા મંદિરમાં પધાર્યા. આરતીને હજુ વાર હતી. ઘનશ્યામ મહારાજની મૂર્તિ આગળ સ્વામીશ્રી દર્શન કરી રહ્યા હતા. મૂર્તિની બાજુમાં ઘડિયાળ પડી હતી, તે બંધ હતી તેથી અક્ષરપ્રકાશ સ્વામી ઘડિયાળને ચાવી આપવા લાગ્યા. આ જોઈને સ્વામીશ્રી હસતાં હસતાં કહે, 'આ નાના સંતો બધું શીખી ગયા. આપણને એવું ના આવડે.' એમ કહી મૂર્તિ સામું જોવા લાગ્યા. પછી એકાએક કહે, 'આપણને તો અક્ષરધામની ચાવી આપતા આવડે!'
'બાપા! એ શીખવાડો ને!' અક્ષરપ્રકાશ સ્વામી બોલ્યા.
'તમે ક્યારે અમારી ઢૂંકડા આવ્યા? પાસે આવો તો શીખવાડીએ. છેટે છેટે રહે તેમાં ન શીખાય, એ તો પાસે આવવું પડે.' ખૂબ જ સ્વસ્થતાથી અને નિશ્ચલતાથી સ્વામીશ્રીએ કહ્યું. જેની પાસે અક્ષરધામની ચાવી હોય તેવા સમર્થ પુરુષ જ આવી વાત કરી શકે અને જે પાસે આવે, સત્પુરુષ સાથે અંતરાય ટાળી નાંખે તેને એ ચાવીનો ઉપયોગ કરતાં આવડી જાય, અધિકાર પ્રાપ્ત થાય.
Vachanamrut Gems
Gadhadã I-73:
Conquering Lust
"… So, conquering lust is the most difficult of all spiritual endeavours. Nevertheless, a person who has the firm strength of the upãsanã of God, has become absolutely free from desires for vishays, and is firmly resolute in remaining free of worldly desires becomes free of lust by the grace of God."
[Gadhadã I-73]