પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-6-2010, લીંબડી
સ્વામીશ્રી ભ્રમણ કરી રહ્યા હતા. એ દરમ્યાન અમૃતકીર્તન સ્વામીએ હરિકૃષ્ણદાસ કોઠારી રચિત શાસ્ત્રીજી મહારાજની ચેષ્ટાનું ગાન કર્યું. સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજની લીલાઓમાં તલ્લીન થઈ ગયા હતા. આ ગાન દરમ્યાન જ ભ્રમણ પૂરું થઈ ગયું હતું. મશીનની સ્વિચ આૅફ થઈ ગઈ હતી. સ્વામીશ્રી થોડાક થોડાક હાંફી રહ્યા હતા અને આ ચેષ્ટાગાન ચાલુ હતું, પરંતુ સેવકોએ કહ્યું કે ‘હવે પૂરું કર,’ ત્યાં સ્વામીશ્રી તરત જ બોલ્યા : ‘ના, ના, જેટલું બાકી છે એટલું સંભળાવી દે.’
અમૃતકીર્તન સ્વામીએ પદ પૂરું થતાં સુધી આ કીર્તન ગાયું અને પૂરું કર્યું, એટલે સ્વામીશ્રી થોડાક નીચા નમીને એના માથે આખો હાથ મૂકીને કહે : ‘વાહ ! શાસ્ત્રીજી મહારાજની લીલા સંભળાવી.’
સ્વામીશ્રી આ વાક્ય બોલી રહ્યા હતા ત્યારે એમના મુખ ઉપર જાણે કે શાસ્ત્રીજી મહારાજને મળ્યા હોય એવો આનંદ જોઈ શકાતો હતો. અવાજ તૂટતો હતો છતાં મશીન ઉપરથી નીચે ઊતરતાં ઊતરતાં સ્વામીશ્રી બોલ્યા : ‘વાહ ! હરિકંદા(હરિકૃષ્ણ) ! બધું આવી ગયું.’
Vachanamrut Gems
Gadhadã II-39:
A Word for the Seniors
“For those who are senior amongst you, the observance of the vow of non-lust is an absolute must. If one has a deficiency in some other aspect, it may well do, but firmness in this is absolutely essential…”
[Gadhadã II-39]