પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૨૪
કિસુમુ, તા. ૨૪-૨-'૭૦ સવારે ૧૧-૦૦
અહીં યુવક મંડળની સ્થાપના કરી પછી યોગીજી મહારાજ આશીર્વાદ આપતા કહે, 'બાળમંડળ ૫૦ ને યુવકમંડળ ૫૦ એમ કરવું છે. રિપોર્ટ મુંબઈ મોકલવો. આજે મંગળવાર. મંગળ કરે ગંગળ. બધાનાં નામ લખો. અત્રે અહીં ચાર દિવસ રહ્યા તે તમે ચાર વરસ માનજો...'
'અહીં ઓડ, સુણાવ, કરમસદ, જૂનાગઢના હરિભક્તો છે.' (અહીં એક હરિભક્ત ધારીના હતા. પણ સ્વામીશ્રી 'ધારી' નામ ન બોલ્યા ને જૂનાગઢ બોલ્યા.)
'બાપા, એ તો ધારીના છે.' કોઈએ કહ્યું.
'એ ઠીક છે.' સ્વામીશ્રીએ ટૂંકમાં પતાવ્યું.
'ધારી' નામ પણ બોલવામાં એમને શું વાંધો હશે ? એમ કદાચ કોઈને થાય. પણ રજેરજ મહારાજની આજ્ઞા પાળતા આ પુરુષને એ કેમ પાલવે ? મહારાજના અલ્પ વચનની પણ એમની દૃષ્ટિમાં ઘણી મહત્તા હતી.
'સભામાં નિયમિત આવવું. જે ન આવે તે એક શિલિંગ દંડ ભરે. સંતો વરસે વરસે આવશે.'
નેટિવોને પણ સત્સંગ કરાવવો, તેની ભાષામાં ચોપડી છપાવવી. તેના જીવનો મોક્ષ થાય.
શ્રીજીમહારાજે હબસી, સીદી કાઠી, કોળી બધાયને સત્સંગ કરાવ્યો છે. કોઈને નથી છોડ્યા. તમારે ત્યાં હબસી વાસણ ઊટકતો હોય તેને દારૂ, સિગારેટ પીવા ન દેવી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-47:
Becoming overjoyed when made to get upset
“Furthermore, if a sãdhu is eager to attain liberation, he would become increasingly overjoyed when I do something that may upset him or when I denounce the vishays…”
[Gadhadã II-47]