પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-5-2010, લીંબડી
ગઈકાલથી સ્વામીશ્રીએ પવનની સમસ્યા હલ થાય અને સંયમમાં રહે એ માટે અખંડ ધૂનનો પ્રારંભ કરાવ્યો હતો અને એ માટે બે-ત્રણ વખત સૂચનાઓ આપી હતી. આજે પણ નારાયણમુનિ સ્વામી જ્યારે સ્વામીશ્રીને મળવા માટે આવ્યા ત્યારે સ્વામીશ્રીને વાત કરી કે ‘ધૂન ચાલુ છે, પરંતુ સાંજે શોભાયાત્રા છે તો શું કરવું ? તે સમયે ધૂન બંધ કરી દઈએ.’
સ્વામીશ્રી કહે : ‘ના, પાંચ જણા રોકાય. ધૂન ચાલુ જ રાખજો.’
‘સાંજે સંધ્યા આરતી વખતે બંધ કરી દઈએ ?’
‘કાલે મંગળા આરતી પછી ચાલુ કરી દેજો અને કાલે પ્રતિષ્ઠા ઉત્સવ ઊજવાય ત્યાં સુધી ધૂન ચાલુ રખાવજો.’
અને ધૂનયજ્ઞ સતત ચાલુ રહ્યો. પવનની સમસ્યા સમયે આપોઆપ ઉકેલાઈ ગઈ. પ્રતિષ્ઠા ઉત્સવ નિર્વિઘ્ને સર્વોપરિ ઊજવાઈ ગયો. સ્વામીશ્રીની શ્રદ્ધાનો યજ્ઞ હંમેશાં ફળદાયી જ નીવડે છે, એવો સૌને અહેસાસ થયો.
Vachanamrut Gems
Gadhadã II-32:
Sole Means to Liberation
“The sole cause behind the jiva attaining liberation, transcending mãyã and becoming brahmaswarup is its engagement in the gnãn, meditation, devotional songs, spiritual discourses, etc., of the manifest form of Vãsudev Bhagwãn, who is Purushottam. It is due to these that the jiva transgresses mãyã, attains an extremely elevated state, and also attains God’s Akshardhãm…”
[Gadhadã II-32]