પ્રેરણા પરિમલ
ઈન્ટરનેટના સંકજામાં સપડાતા પહેલા... - ૨
પ્રશ્ન : ઇન્ટરનેટ પર વાર્તાલાપ(ચેટીંગ) અમારાથી થઈ શકે?
પ્રમુખસ્વામી મહારાજ : જેટલી જરૂરની વાત હોય, તેટલી વાત કરો. જરૂર વગરની વાત ન કરો. અભ્યાસની ધંધાની વાત કરો. એનો વાંધો નહીં પણ જરૂર વગરની વાત કરવાથી આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈશું. ધર્મની બાબત જાણવી હોય તો ધર્મની વાત તમે બરાબર જાણો. એની જોડે વાર્તાલાપ કરો.
જેની અંદર આપણા સંસ્કાર વધે, આપણી સંસ્કૃતિ વધે, આપણા ધર્મમાં શ્રદ્ધા થાય, ભગવાનમાં શ્રદ્ધા થાય, આપણું જીવન સારું સુવાસવાળું થાય, પરોપકારી બને એવી રીતની વાત જેની જોડે હોય, એ આપણે કરીએ તો બહુ વાંધો નથી, પણ જેનાથી આપણું જીવન બગડે, આપણું કુટુંબ બગડે, સમાજ બગડે એવી બધી વાતો કરવાથી કોઈ ફાયદો નથી. એટલે એવી ખરાબ વાતો આપણે કરવાની નથી અને સાંભળવી પણ નહીં.
Vachanamrut Gems
Loyã-10:
Happiness due to Faith
"Also, if a person has faith, i.e., he believes, 'Whatever such a great Sant and God say is the truth; there is no doubt in it,' and with such a belief, he does as God and His Sant instruct him to do, then such a person remains happy…"
[Loyã-10]