પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૯૭
મુંબઈ, તા. ૧-૮-'૬૧
વહેલી સવારે સ્વામીશ્રી ઊઠ્યા. સેવકોને કહ્યું, 'આજે રાત્રે અમને સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજનાં દર્શન થયાં. સ્વામી રંગમંડપમાં બિરાજમાન હતા. આજુબાજુ સંતોની સભા ભરાઈને બેઠી હતી. એટલામાં એક ખૂણામાં સ્વામીએ (શાસ્ત્રીજી મહારાજે) કચરો જોયો. તે પોતે ઊઠીને ત્યાં ગયા અને સાવરણો લઈને કચરો વાળવા લાગ્યા. એટલામાં હું ત્યાં પહોંચ્યો અને કહ્યું, 'સ્વામી, દયાળુ ! આપ આ શું કરો છો ?' સ્વામી કહે, 'કચરો સાફ કરું છું.' મેં કહ્યું, 'સ્વામી ! આપે ન વળાય. લાવો હું વાળું છું.' સ્વામી કહે, 'લો, વાળો.' એમ કહી સાવરણો આપ્યો. એટલામાં આંખ ઊઘડી ગઈ. ...આ દર્શન સવારના ચાર વાગે થયાં.'
અહો ! સ્વપ્નામાં પણ ગુરુ-શિષ્યને આવું સેવાનું તાન ! સ્વપ્નસૃષ્ટિના સૃષ્ટા હોવા છતાં - ત્રણેય અવસ્થામાં સેવા, સેવા ને સેવા. દાસત્વભાવ સિવાય બીજી વાત નહિ. ગુણાતીત પાત્રની આ જ વિશિષ્ટતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-3:
The Importance of Bhakti
“If one has bhakti towards God coupled with knowledge of His greatness, one will never fall from dharma – even if one has a lesser degree of ãtmã-realisation, vairãgya and dharma. This is because he who realises God’s greatness thinks, ‘If Brahmã and all the other demigods follow God’s commands, then how can I not follow His injunctions?’ Bearing this in mind, he always abides by the niyams prescribed by God. ”
[Vartãl-3]