પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-5-2017, અમદાવાદ
આજે સાંજે ડૉ. ભટ્ટાચાર્ય સ્વામીશ્રીને મળવા આવ્યા.
1997માં તેમણે સ્વામીશ્રીનું બાયપાસ ઓપરેશન કર્યું હતું. તેમણે સ્વામીશ્રીનું ઓપરેશન કર્યું, તેની સ્મૃતિમાં સરી પડતાં કહે : ‘But I tell you one thing, nobody had that feeling. I can't duplicate that feeling also.’
ભટ્ટાચાર્યજી ગુજરાતી પણ સારું બોલે છે, અહોભાવમાં તેમની આ અનુભૂતિ તેમણે જ ગુજરાતીમાં પણ રજૂ કરતાં કહ્યું : ‘આમનું ઓપરેશન કરતાં જે અનુભવ મને થયો તે હું ડુપ્લિકેટ (બીજી વાર) ન કરી શકું.’
ભાવાવેશમાં પાછા અંગ્રેજીમાં બોલવા લાગ્યા : ‘I haven't got it again, but that time it felt as if I was operating on somebody special. And my feeling now is, this man was destined, to be the chief of this organization. But I had that feeling at that stage when I operated him.’ (હું તેને ફરી વાર મેળવી ન શકું, પણ તે વખતે મને લાગ્યું કે હું કોઈ ખાસ વ્યક્તિ પર ઓપરેશન કરી રહ્યો છું. અને અત્યારે મને અનુભવ થાય છે કે આ પુરુષ અલગ હતા, આ સંસ્થાના પ્રમુખ બનનાર, પણ આ અનુભૂતિ હું તેમનું ઓપરેશન કરતો હતો ત્યારે થઈ રહી હતી.)
ભાવમાં ને ભાવમાં તે હિન્દીમાં પણ બોલવા લાગ્યા : “उस वक्त मैंने तेजस को कहा कि मुझे कुछ अलग अनुभव हो रहा है।”
બ્રહ્મવિહારીદાસ સ્વામી કહે : ‘The whole world is trying to get closer to his heart and you are the only privileged person who actually touched his heart.’ (આખી દુનિયા તેઓના હૃદયની નજીક આવવા મથી રહી છે, અને તમો એક જ એવા ભાગ્યશાળી વ્યક્તિ છો, જેમણે ખરેખર તેઓના હૃદયનો સ્પર્શ કર્યો છે.)
ભટ્ટાચાર્યજી કહે : ‘I had a glimpse of the divine feeling on that day.’ (મને એ દિવ્ય અનુભવની ઝલક એ દિવસે થઈ હતી.)
પછી કહે : ‘I believe that there is a super- natural power, which touches and goes.’ (હું માનું છું કે એક દિવ્ય અલૌકિક શક્તિ છે, જે સ્પર્શીને જતી રહે છે.)
જેવી અનુભૂતિ પ્રમુખસ્વામી મહારાજનું ઓપરેશન કરતાં ડૉ. સુબ્રમણ્યમને થઈ હતી તેવી જ અનુભૂતિ ડૉ. ભટ્ટાચાર્યને થઈ. જો કે સત્પુરુષ એના એ હોય તો અનુભૂતિ જુદી કેવી રીતે હોય !
સ્વામીશ્રી કહે : ‘ઓપરેશનના આગલા દિવસે રાત્રે તમે મળવા આવ્યા’તા...’
પછી કહે : ‘સ્વામીબાપા(પ્રમુખસ્વામી મહારાજ)એ તેજસભાઈને કહ્યું હતું - ‘આખો દિવસ ઓપરેશનમાં હાજર રહેજો,’ અને તમે બોલ્યા હતા : ‘Best heart to approach, no cholesterol, no fat.’ (સારવાર આપવા માટેનું શ્રેષ્ઠ હૃદય, કોલેસ્ટેરોલ કે ચરબી કાંઈ નહીં.)
આ અને ઓપરેશનની બીજી બધી વાતો સ્વામીશ્રીના મુખે સાંભળીને ભટ્ટાચાર્યજી અતિ આશ્ચર્યથી કહે : ‘તમને 20 વર્ષ પહેલાંનું યાદ છે બધું ?!’
આત્મસ્વરૂપદાસ સ્વામી કહે : ‘ખાલી આ નહીં, બધું યાદ છે. અને આ તો બોલતા નથી એટલે, બાકી આપણા પૂર્વજન્મનું પણ યાદ છે.’
સ્વામીશ્રીએ એ પણ યાદ કર્યું કે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાં પહેલું બાયપાસ ઓપરેશન ભટ્ટાચાર્યજી દ્વારા તેઓનું થયું હતું.
ભટ્ટાચાર્યજી બુદ્ધિ, તર્ક અને કર્મપ્રધાન વ્યક્તિ છે. તે કોઈનીય શેહ-શરમમાં દબાયા વગર કાર્ય કરે છે. પણ તે સ્વામીશ્રીથી ખરેખર ખૂબ પ્રભાવિત હતા. તેથી મુંબઈ પરત પધાર્યા બાદ તેમણે બ્રહ્મવિહારીદાસ સ્વામીને ઇમેલ કર્યો : ‘Every word I said is true from my heart.’ (હું બોલ્યો તે પ્રત્યેક શબ્દ સત્ય અને મારા હૃદયમાંથી ઉદ્ભવેલો છે.)
Vachanamrut Gems
Gadhadã II-21:
The Only Means to Liberation
“… For the purpose of liberation, however, realising God to be the all-doer is the only means.”
[Gadhadã II-21]