પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-5-2017, અમદાવાદ
આજે સવારે સ્વામીશ્રી યોગી જયંતીની સભામાં લાભ આપવા ઝરૂખે પધાર્યા. આ દિવ્ય પ્રસંગે યોગીગીતાનાં વચનોના આધારે આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું :
“યોગીબાપા બોલ્યા : ‘હે શાસ્ત્રીજી મહારાજ ! તમારી કસણીમાં હંમેશાં રહેવાય, તમારા શરણમાં રહેવાય એવા ગુણ આપજો.’ ગરજે તો બધા કસણી ખમે છે - ઓશિયાળા થઈને. પણ આ ખુમારીવાળી કસણી. કસણી પડે તો અકળ-વિકળ થઈ જવાય, ફંટાઈ જવાય; પણ આ કસણી એવી કે શરણમાં વધુ ને વધુ જવાય. અહીં કસણીનો અર્થ દેશકાળ કે દેહની કસણીનો નથી, પણ ‘ભક્તોમાં સુહૃદપણું રહે, મન નોખું ન રહે, મનુષ્યભાવ ન આવે, સદા દિવ્યભાવ રહે, તે છે. આ કસણી મોટી છે. જરાક કોઈનો અભાવ આવે તો સુખ-ચેન ન રહે. અંતરમાં બળતરા રહે. તનથી તો આપણે ભેગા રહીએ છીએ, પણ મન નોખાં હોય છે. આ કસણી દેખાય નહીં ને સહેવાય નહીં તેવી હોય છે.”
Vachanamrut Gems
Gadhadã II-19:
Abiding by Maharaj's Injunction
“… All men who firmly abide by this injunction of Mine will develop resolute bhakti like that of Nãrad towards Shri Krishna Nãrãyan. All women who accept this injunction of Mine will develop resolute bhakti towards Shri Krishna Nãrãyan like that of Lakshmiji and the gopis such as Rãdhikãji, etc. Conversely, the bhakti of those who do not accept these words of Mine will become like that of a prostitute…”
[Gadhadã II-19]