પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-8-2016, અટલાદરા
આજે જન્માષ્ટમીના નિર્જળા ઉપવાસના દિવસે સ્વામીશ્રીને ઘણો ભીડો પડ્યો હતો. બોચાસણ, ચાણસદ અને અટલાદરામાં દર્શન કરતી વખતે તેઓએ 83 વર્ષની ઉંમરે 71 દંડવત કરેલા ! છતાં જન્માષ્ટમીની ઉત્સવ-સભા બાદ ઉતારે જવા જેવા ગાડીમાંથી ઊતર્યા ને તરત પોતાનાં ચરણ મંદિર તરફ વાળતાં કહે : ‘દર્શન કરતા આવીએ...’
વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. રસ્તે પૂરતો પ્રકાશ પણ નહોતો. વળી, મંદિર પર પધારવાની કોઈ વાત નહોતી, તેથી આયોજન પણ થયું નહોતું. પણ એ કોઈ જ ચિંતા કર્યા વગર, આછા અજવાળામાં પાણી ખૂંદતાં ખૂંદતાં સેવકોના સહારે મંદિરે પહોંચ્યા.
અહીં ઘનશ્યામ મહારાજના ખંડ આગળ દર્શન કરતાં સ્થિર થઈ ગયા અને બોલ્યા : ‘કેટલો નિર્દોષભાવ છે ! ઘનશ્યામ જ લાગે.’
ભક્તિની ભરતીમાં જાણે તેઓનાં ભૂખ-થાક-ભીડો બધું તણાઈ ગયું હતું. ‘ભક્તિના એમાં ભરિયાં છે ભંડાર...’ એ પંક્તિઓનું સાક્ષાત્ દર્શન સૌ સ્વામીશ્રીમાં કરી રહ્યા.
Vachanamrut Gems
Gadhadã I-67:
Means to Acquiring Virtues of Satpurush
"… A person imbibes the virtues of such a Purush, who has no affection for anything except God, by believing, 'This Purush is extremely great. Despite thousands of people standing before him with folded hands, he does not have the slightest desire for the pleasures of the world. As for me, I am extremely insignificant, and I am solely attached to worldly pleasures. I do not understand anything at all about God. Shame on me.' In this way, he feels remorse and imbibes the virtues of the great Purush. He also feels remorse after realising his own flaws. While repenting in this way, vairãgya arises in his heart, and thereafter, he acquires virtues similar to those of that Satpurush…"
[Gadhadã I-67]