પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-5-2010, ભાદરા
ભાદરા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે કુલ 23 વિભાગોમાં 2,225 સ્વયંસેવકો તથા સ્વયંસેવિકાઓ કાર્યરત હતાં, પરંતુ 1969માં યોગીજી મહારાજે જ્યારે અહીં જ મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે આવું કોઈ સ્વયંસેવકદળ હતું નહીં. દળ ગણો તોય સ્વામીશ્રીની શ્રીજીમહારાજ પ્રત્યેની શ્રદ્ધા અને બળ ગણો તો પણ સ્વામીશ્રીની શ્રીજી-મહારાજ પ્રત્યેની અતૂટ ભક્તિ અને યોગીજી મહારાજ પ્રત્યેની ગુરુભક્તિ હતાં. એ વખતના સ્વામીશ્રીના પરિશ્રમનો અમૂલ્ય દસ્તાવેજ તેઓએ જ લખેલી ડાયરીઓનાં પાને પાને મળતો રહે છે. ઇતિહાસનું આ સુવર્ણ દસ્તાવેજી પૃષ્ઠ છે.
અહીં થોડાંક એ અસલ પાનાંઓ સ્મૃતિ માટે પ્રસ્તુત છે. તે જ વિગતો ટાઈપ કરીને મૂકવામાં આવી છે.
પાણીનો વિકટ પ્રશ્ન :
એ વખતે પાણી ક્યાંથી લાવવું એ જ મોટો પ્રશ્ન હતો, પરંતુ યોગીજી મહારાજના આશીર્વાદમાં શ્રદ્ધા રાખીને સ્વામીશ્રી રીતસર ઝઝૂમ્યા. ગામના એકેય પટેલના કૂવામાં મહોત્સવ પૂરો થાય એટલું પાણી ન હતું. નદીના સામે કિનારે નાથાભાઈ પેઢડિયાનો કૂવો હતો. ત્યાંથી પાણી-વ્યવસ્થાનું નક્કી કરવામાં આવ્યું.
સ્વામીશ્રીએ નોંધ્યું છે :
તા. 8-3-1969, નદીને સામે કિનારે કૂવો કરીને ત્યાંથી પાઇપ લઈને મોટરવર્ક્સ કરવાની વાતચીત થઈ.
તા. 10-3-1969ના રોજ કૂવો ખોદવાનું શરૂ કર્યાની વિગત સ્વામીશ્રીએ નોંધી છે. સ્વામીશ્રીએ લખ્યું :
‘આજે નદીના સામે કાંઠે કૂવો ખોદવાનું સવારના નવ પછી ખોદવાનું મુહૂર્ત કર્યું.’
તા. 13-3-1969ના દિવસે સ્વામીશ્રીએ નોંધ્યું :
‘આજે પાઇપલાઇન નદીથી ધર્મશાળા સુધી 4,500 ફૂટ આશરે ખોદવાનું ઊધડું ખારવાના હરિજનને ફૂટના 95 પૈસાના લેખે આપ્યું. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તથા દેવચરણ પાઇપ લેવા દાવોલ ગયા.
એ જ રીતે તા. 15-3-1969ના રોજ સ્વામીશ્રીએ નોંધ્યું છે કે -
‘આજથી પાઇપલાઇન ખોદાણ શરૂ થયું.’
તા. 17-3-1969ના દિવસે સ્વામીશ્રીએ પોતાની રોજનીશીમાં નોંધ્યું :
‘શિક્ષાપત્રી પાઠ આરંભ. આજે કૂવાનું ચણતર કામ બપોર પછી ચાલુ કરેલ છે. મજૂર કોઈ ન હતા તે હાથોહાથ ચાલુ કર્યું. પંદર ઘર સાંજે તૈયાર કર્યાં...
Vachanamrut Gems
Gadhadã II-42:
God is Ever-Present in Akshardham
“Moreover, God – Purushottam – forever remains present in that Akshardhãm. His will always prevails. While remaining in Akshardhãm itself, He manifests in whatever form is required in whichever brahmãnd…”
[Gadhadã II-42]