પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૪૭
તા. ૨૭-૩-'૭૦
બપોરે ૩-૩૦
સંતો-હરિભક્તો સાથે સ્વામીશ્રી કંપાલાથી મ્વાન્ઝા પ્લેનમાં જઈ રહ્યા હતા. પ્લેન વિક્ટોરિયા સરોવર ઉપરથી જઈ રહ્યું હતું. સ્વામીશ્રી બેઠાં બેઠાં આંખો મીંચી માળા ફેરવી રહ્યા હતા. થોડી વારે આંખો ખોલતાં, બારીમાંથી બહાર સરોવર ઉપર દૃષ્ટિ પડતાં સ્વામીશ્રી બોલ્યા :
'આ સરોવરમાં જે સ્નાન કરશે તે બધાનું કલ્યાણ થઈ જશે. આ પ્લેનમાં જે બેસશે તેનુંય કલ્યાણ થશે. તળાવનાંય મોટાં ભાગ્ય કે તેના ઉપર સંત હાલ્યા. તે તળાવમાં જે બેસશે, હાલશે તેનુંય કલ્યાણ. નારણ ભગત, આ બધું તમારે લખી લેવું. પ્લેનમાં કોણ બેઠા હતા તેય લખી લેવું. ભવિષ્યમાં કામ આવે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-4:
God is Unparalleled
"… After all, there is only one form of God. This God is extremely powerful and no one, including Akshar, is capable of becoming like Him. This is an established principle."
[Loyã-4]