પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-5-2017, અમદાવાદ
સ્વામીશ્રીએ ચેષ્ટાગાન કર્યું. હજુ પોઢવાની થોડી વાર હતી. તેથી સેવક સંતે પૂછ્યું : ‘સંતોને કથાનો લાભ આપવો છે ?’
સ્વામીશ્રી કહે : ‘ના, બધું કહી દીધું.’ પણ પછી રુચિ દર્શાવતાં કહે : ‘લાવો...’
સ્વામીશ્રીએ વરસવાનું શરૂ કર્યું, પ્રિય ગ્રંથ ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’ની સાખે :
‘મહારાજ દરેક બ્રહ્માંડમાં એક વાર જાય. એ બધી વાર આપણે ચૂકી ગયા. આ પહેલી વાર મેળ પડે છે. કોઈ બહુ કીમતી વસ્તુ પહેલી વાર મળતી હોય તો છોડો તમે ? તો આ ભગવાન મળ્યા (ભાર દઈને બોલ્યા). હવે ગાફલ-ગમાર ન રહેવું. કામ કાઢી લેવાનું છે. પરીક્ષામાં ત્રણ કલાકમાં કામ કાઢી લઈએ છીએ તેમ આ 50-60 વર્ષની જિંદગીમાં કામ કાઢી લેવાનું છે. ગાફલ-ગમાર રહીએ, આળસ-પ્રમાદ કરીએ... તો એ તો કરતા’તા જ. એક સેકન્ડ પણ છોડવા જેવી નથી.’
આ શબ્દો ખૂબ જ કીમતી ગણાય, કારણ કે આ શબ્દો સ્વામીશ્રીની ઊલટના હતા.
Vachanamrut Gems
Gadhadã II-21:
Dreams Explained
“… Also, in the same way as the jiva, the ishwars such as Brahmã, etc., also experience creations during their dream state. Do they themselves become the form of the creation? Or do they create it by their own will? Or does God, who transcends both jiva and ishwar, create the creations experienced in their dreams?”
[Gadhadã II-21]