પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-5-2010, ભાદરા
પ્રતિષ્ઠાવિધિ સંપન્ન કર્યા પછી ભોજન અંગીકાર કરીને સ્વામીશ્રી પ્રતિષ્ઠાની સભામાં પધારવાના હતા. ભોજન દરમ્યાન પણ સ્વામીશ્રી હરિભક્તોની ચિંતા જ કરતા રહ્યા. ચાલુ ભોજને ધર્મકુંવર સ્વામીને તથા નારાયણમુનિ સ્વામીને સ્વામીશ્રીએ ખાસ બોલાવ્યા અને પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું : ‘મંદિરમાં કીમતી શાલ હોય તો પાંચ-દસ લાવી રાખજો. આપણે મંદિરના સૌજન્યદાતા પૂજારા પરિવારના ચંદ્રકાન્તભાઈ, કુમારભાઈ તથા ધ્રુવ તથા દાજીબાપુ - ઘનશ્યામસિંહ બાપુના પરિવારના નિર્મળસિંહ, પ્રવીણસિંહ, રાજેન્દ્ર-સિંહ તથા શંભુસિંહનું સન્માન કરવું છે. સમગ્ર ભોજન દરમ્યાન આ જ વાત અને વિધિ ચાલતાં રહ્યાં. જોકે મંદિરમાં પૂરતી શાલ ઉપલબ્ધ થઈ નહીં, એટલે સ્વામીશ્રી કહે : ‘જામનગરથી અથવા રાજકોટથી સભા પૂરી થાય એ દરમ્યાન શાલ આવી શકે ?’
જોકે એ શક્ય નહોતું, એટલે સ્વામીશ્રીએ એ વિધિ આવતીકાલ ઉપર છોડ્યો અને એ દરમ્યાન શાલ મગાવી રાખવાની સૂચના આપી.
Vachanamrut Gems
Gadhadã II-33:
It Hurts Me Deeply
“When an assembly has gathered, if a man or woman looks lustfully at someone else, then no matter how hard they may try to conceal it, it never escapes My attention. At that time, I become extremely displeased upon that person, and even My face turns red. It hurts Me deeply, but feeling obliged, I cannot say much. Furthermore, being a sãdhu, I keep My feelings within My heart, but if I were to adopt the ways of a king, I would punish that person severely.”
[Gadhadã II-33]