પ્રેરણા પરિમલ
શું ભગવાન છે?
જીવનના કપરા સંજોગોમાં માણસ શ્રદ્ધા ખોઈ બેસે છે. એવા જ સંજોગોમાં ફસાયેલા એક ઉચ્ચ ડિગ્રીધારી વ્યક્તિનો સ્વામીશ્રી ઉપર પત્ર હતો. પ્રતિષ્ઠિત હોદ્દો ધરાવતી એ વ્યક્તિએ સ્વામીશ્રીને પોતાનો પ્રશ્ન રજૂ કરતાં લખ્યું હતું, 'મારા એક નિકટના સગાની તબિયત ખૂબ જ ગંભીર છે. આ સગા ધર્મ, ધ્યાન, સેવા, ભક્તિ બધું જ સારી રીતે કરે છે. સંસ્કાર પણ સારા છે, પરંતુ એની આવી તબિયત જોતાં મારા મનમાં એમ થાય છે કે કોઈ ઈશ્વરી તત્ત્વ છે કે નહીં ? દુનિયા બનાવનાર ઈશ્વર છે કે માયાવી તત્ત્વ ? આવા સંજોગોમાં જીવવું પણ ગમતું નથી.'
સ્વામીશ્રીએ તેઓના આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું, 'દરેક દરેક વ્યક્તિ પૂર્વના સંસ્કાર લઈને જ જન્મે છે. સુખ-દુઃખ આવે છે તે શરીરના ભાવ છે, એટલે તેમ થાય છે. તેમાં ભગવાન તો જેવાં જેનાં કર્મ તેવું તેને ફળ આપે છે, ભગવાન જેવું તત્ત્વ છે જ અને તેમનું અસ્તિત્વ છે, તો જ આપણું છે. આ વિષય અંગે આપ ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત, ગીતા વગેરે વાંચન કરશો. જ્ઞાની પુરુષ જે એવા સાચા સંત મળે તો આ વાત વિશેષ રીતે સમજાય છે.'
Vachanamrut Gems
Kãriyãni-9:
Realising the Greatness of Devotees of God
"… In fact, one who realises the greatness of God looks upon even animals, trees, shrubs, etc., which have come into contact with God as equivalent to demigods. If that is so, what can be said of those people who are engaged in the bhakti of God, abiding by religious vows, and chanting the name of God? He would certainly look upon them as equivalent to demigods and would not think ill of them."
[Kãriyãni-9]