પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-5-2017, અમદાવાદ
‘હવે અસલી વાત, બધી અસલી જ છે, પણ આ એકદમ અસલી.’ સ્વામીશ્રીએ ઝરૂખે પધારી ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’ ગ્રંથની સાખ્યે શુભાશિષ વરસાવવાની શરૂઆત કરી. આગળ વચનોનો દોર ચલાવ્યો કે -
“ભગવાનની કૃપા વિના જીવને પોતાના દોષ ક્યારેય દેખ્યામાં આવતા નથી.’ જ્યારે પોતાના દોષ દેખાય ત્યારે જાણવું કે મહારાજની કૃપા થઈ છે. દુનિયામાં આ મોટામાં મોટી ખામી છે, ‘પોતાના દોષ ન જુએ.’ એ પણ બરાબર, પણ સામાના જુએ ! આખી દુનિયામાં એના જ કજિયા છે. આપણને પોતાના દોષ દેખાય, પણ આપણે એના ઉપર બહુ ધ્યાન રાખતા નથી. 1010C તાવ આવે તોય કેટલું ધ્યાન રાખીએ ? ડૉક્ટર પાસે દોડાદોડી કરીએ.
તુલસીદાસે પણ કહ્યું: ‘जब होवत हरिकृपा तब सुझत अपना दोष।’ પોતાના દોષ દેખાય તો અંતરે અખંડ શાંતિ રહે. બીજાના જરા દોષ દેખાય તો અંતરે મહા ઊથલ-પાથલ થઈ જાય. ઉપરથી સાજા-તાજા-માજા લાગે, પણ મહાગડબડ થઈ જાય. પોતાના દોષ દેખાય એટલામાં જ બેડો પાર થઈ જાય. કામ થઈ જાય.”
Vachanamrut Gems
Gadhadã II-16:
Observing Niyams are the Only Means to Overcoming Desires
“… Therefore, the only means to overcome the desires for the panchvishays is to follow the niyams prescribed by God…"
[Gadhadã II-16]