પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-8-2016, સારંગપુર
સ્વામીશ્રીની ગાડી સારંગપુરથી બોચાસણ જવા થોડી આગળ વધી ત્યાં સ્વામીશ્રીએ પાછળ નજર કરી. તેમાં સૂચન હતું કે ‘ઠાકોરજી લાવો.’ આ વખતે તેઓની આંખોમાં ભક્તિનાં પૂર અને હાથમાં ઠાકોરજીને લેવાની ઉતાવળ સ્પષ્ટપણે વર્તાતાં હતાં. તેથી ધીરે રહીને ઠાકોરજી તેઓના હાથમાં આપતાં સંતોએ કહ્યું : ‘સ્વામી ! ખોળામાં મૂકી દો અને થાળી સાથે પેટી પણ પકડજો, જેથી ખાડા-ટેકરામાં પેટી ઊછળે નહીં.’
આ સાંભળી મર્માળું સ્મિત કરતાં સ્વામીશ્રી બોલ્યા : ‘હું પાર્ષદમાં હતો ત્યારે મારો આ જ કોન્ટ્રાક્ટ હતો.’
નવદીક્ષિત અવસ્થાથી ગુરુપદે પહોંચ્યા તોય તેઓની ભક્તિની ભરતી ઓસરી ન હતી.
Vachanamrut Gems
Sãrangpur -1:
Means to Overcome Mundane Desires
Again Muktãnand Swãmi asked, "Is the means to defeat the vishays vairãgya, or is it affection for God?"
Then Shriji Mahãrãj explained, "One way to defeat the vishays is ãtmã-realisation, and the other is the realisation of God coupled with the knowledge of His greatness…"
[Sãrangpur -1]