પ્રેરણા પરિમલ
બંને સાથે રહેજો
એક હરિભક્તને અમેરિકન રાજદૂતાવાસે વિઝા આપી દીધા હતા. પરંતુ એક મુશ્કેલી આવી તેથી તેઓ જઈ શક્યા નહીં. સ્વામીશ્રી પાસે દર્શને આવતી વેળાએ તેમણે કહ્યું : 'વિઝા તો આવી ગયા હતા, પરંતુ...' તેઓ આટલું બોલ્યા એટલે બાજુ માં ઊભેલા કાર્યકરે કહ્યું કે કોન્સ્યુલેટમાં તેઓને દશ વર્ષના વિઝા આપી દેવામાં આવ્યા હતા, પરંતુ તેઓનાં પત્નીએ પાછળથી એપ્લિકેશન કરી, એટલે ઈન્ટરવ્યૂ લેનારાએ પ્રશ્ન કર્યો કે તમારા પતિએ પહેલાં એપ્લિકેશન કરી ને તમે પછી કેમ આવ્યાં છો? આ જ કારણ ઉપર જગદીશભાઈના વિઝામાં પણ શેરો મારી દીધો.'
સ્વામીશ્રી આ વાત સાંભળીને કહે, 'વિઝાવાળા પણ એમ ઇચ્છે છે કે પતિ અને પત્ની બંને જણાએ સાથે રહેવું જોઈએ. પરદેશમાં જાવ છો તો ત્યાંની સંસ્કૃતિનો રંગ લાગવો ન જોઈએ.' આમ સ્વામીશ્રીએ ગૃહસ્થજીવનનો સાર સમજાવી દીધો.
Vachanamrut Gems
Loyã-2:
Realisation of One Who is Wise
"… So, one who is wise realises, 'God appears like a human, but, in fact, He is the cause of all and the creator of all; He is all-powerful.' "
[Loyã-2]