પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૯૪
બોચાસણ, તા. ૧૮-૭-૧૯૭૦
વહેલી સવારે ૫ વાગે ગોંડલથી મથુરભાઈ તથા પોરબંદરના હેમેન્દ્રભાઈ ભગદેવ યોગીજી મહારાજનાં દર્શન કરવા આવી પહોંચ્યા હતા. યોગેશ્વર સ્વામીએ બાપાને જરા વાત કરી કે તુરત સ્વામીશ્રી એકદમ પથારીમાં બેઠા થવા લાગ્યા. પોતાને માટે આટલો બધો શ્રમ લેતાં સ્વામીશ્રીને જોઈને તે હરિભક્તોએ કહ્યું, 'બાપા ! આપ સૂતાં સૂતાં વાત કરો.'
સ્વામીશ્રી કહે, 'તમે આખી રાત મુસાફરી કરી ને અમે તમારે માટે બેઠા ન થઈએ ? બેઠા થવું પડે.' એમ કહી સ્વામીશ્રી બેઠા થઈ ગયા અને તે હરિભક્તોને ખૂબ મળ્યા ને વાતચીત કરી.
પોતાને માટે આવી દયા વરસાવતા સ્વામીશ્રીને જોઈને તે હરિભક્તો ખૂબ ખૂબ ગળગળા થઈ ગયા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-14:
The True Test of Intellect
“Therefore, whoever realises such gnãn of God, even if he has only a feeble intellect, should still be regarded as possessing much intellect. On the other hand, if he has not realised such gnãn of God, then even if he has much intellect, he should still be known as having no intellect.”
[Gadhadã II-14]