પ્રેરણા પરિમલ
બાળસંસ્કારની ચાવી
એક સંનિષ્ઠ સત્સંગી તેઓના બે પુત્રોને લઈને સ્વામીશ્રી પાસે આવ્યા હતા. એમાંના એક પુત્રને વ્યસન વળગેલું. આ સાંભળતાં જ એના પિતા તરફ મીઠપભર્યા સ્વરે સ્વામીશ્રી કહે : 'તો તમે સત્સંગી શાના ?'
'પણ મારે કંઈ વ્યસન નથી.' તેના પિતાએ કહ્યું.
'ભલે ને તમારે ન હોય. પણ તમારા છોકરાને તો થયું ને! તમે કાંઈ શિખવાડ્યું નથી ? છોકરાને તમારે શિખવાડવું જોઈએ કે વ્યસન ન થાય. જો અત્યારથી ગાફલાઈ રાખીશો તો કાલે માંસાહાર ઉપર ચડી જશે, સંસ્કાર બગડી જશે. માટે સંભાળ રાખો.'
સ્વામીશ્રીએ છોકરાને સુધારવા વાલીને ઠપકો આપ્યો અને પુત્રોમાં સંસ્કાર રેડવાનું દાયિત્વ નિભાવવાનો અનુરોધ કર્યો. (તા. ૧-૪-૦૬, સારંગપુર)
Vachanamrut Gems
Loyã-1:
Not Deviating from Niyams
"… However, even after the roots of lust have been eradicated, one should not deviate from brahmacharya and other niyams in any way…"
[Loyã-1]