પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-6-2017, સારંગપુર
આજે સાંકરીથી આવેલા સંતોએ સ્વામીશ્રીના ઐશ્વર્યનો પ્રસંગ જણાવ્યો :
“લિંગડ ગામમાં 18મી તારીખે પ્રતિષ્ઠા હતી. 15મી તારીખે સ્વામીશ્રીના હસ્તે પ્રતિષ્ઠા કરાવવા માટે અમે અમદાવાદ આવ્યા. લિંગડ પરત ગયા ત્યારે ત્યાં પુષ્કળ પવન હતો. મંડપના લીરે લીરા ઊડી ગયા હતા. રાત્રે સ્વામીશ્રીને ફોન કર્યો. સ્વામીશ્રી જમી રહ્યા હતા. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા કે ‘પવન બંધ થઈ જશે. સર્વોપરિ યજ્ઞ થઈ જશે અને સર્વોપરિ પ્રતિષ્ઠા થઈ જશે.’ સ્વામીશ્રીના આશીર્વાદ ફળ્યા. 16મી તારીખે બધાએ ઉત્સાહથી પાછો મંડપ બાંધી દીધો. પવન તો બંધ થઈ ગયો અને તડકો પણ જાણે ગાયબ થઈ ગયો. આકાશમાં વાદળ છવાઈ ગયાં. તેથી યજ્ઞ-નગરયાત્રા ખૂબ સરસ થયાં. અને 18મી તારીખે ઘનશ્યામચરણદાસ સ્વામીના હસ્તે પ્રતિષ્ઠા પણ સ્વામીશ્રીના કહેવા પ્રમાણે નિર્વિઘ્ને સર્વોપરિ થઈ ગઈ.”
થર થર ધ્રૂજત રહે વચનમેં ઈન્દ્ર મુનીંદ્રા,
થર થર ધ્રૂજત રહે વચનમેં અવનિ અહીંદ્રા;
થર થર ધ્રૂજત રહે વચનમેં શશી અરુ સૂરા,
થર થર ધ્રૂજત રહે વચનમેં રેન દિન કાન હજૂરા.
આ વાતની પ્રતીતિ આ પ્રસંગે થઈ.
Vachanamrut Gems
Gadhadã II-47:
Becoming overjoyed when made to get upset
“Furthermore, if a sãdhu is eager to attain liberation, he would become increasingly overjoyed when I do something that may upset him or when I denounce the vishays…”
[Gadhadã II-47]