પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૧૪
નૈરોબી, તા. ૧૩-૨-'૭૦ બપોરે ૧-૩૦.
અહીં કેન્યા ડેરીની દૂધ-યોજનામાં, દૂધ કાગળના જાડા પેકેટમાં આવે છે. કથા પ્રસંગમાં દૂધની વાત નીકળી. તરત યોગીજી મહારાજે પૂછ્યું,
'કાગળમાં દૂધ કેવી રીતે આવે ? અમને બતાવો.'
ભાસ્કરભાઈ દૂધનું એક પેકેટ લઈ આવ્યા. તે જોઈ, સ્વામીશ્રીનો બીજો પ્રશ્ન નીકળ્યો :
'દૂધ ગાળીને ભર્યું હશે ?'
મહારાજની આજ્ઞા પ્રમાણે દૂધ-પાણી વગેરે ગાળવાની બાબત, સ્વામીશ્રીને મન બહુ મહત્ત્વની. પેકેટમાંથી દૂધ કેવી રીતે નીકળે, એ સ્વામીશ્રીની જિજ્ઞાસા પૂરી કરવા, ભાસ્કરભાઈએ પેકેટનો ખૂણો ચપ્પુથી કાપ્યો ને દૂધની ધાર થઈ.
'હા, ભઈ !' સાશ્ચર્ય સ્વામીશ્રી બાળકની અદાથી બોલી ઊઠ્યા.
'આ ન જોયું હોત તો આપણું શું થાત ?... આફ્રિકા બે વખત આવેલા પણ આ જોયેલું નહિ,' સ્વામીશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો. પછી કહે :
'કાઢો પ્રથમનું ત્રીજું. લીલા ચરિત્ર સંભારી રાખવાનું વચનામૃત...'
અને પછી વાત કરી :
'પડીકા લીધા ને તોડ્યા... આ બધી લીલા સંભારી રાખવી...'
મનુષ્ય ચરિત્રનું આવું સાહજિક દર્શન કરાવી એની સ્મૃતિ રાખવાનો સ્પષ્ટ નિર્દેશ કર્યો ત્યારે જ ઘણાને સ્વામીશ્રીની લીલા-ચરિત્રનું રહસ્ય સમજાયું. મનુષ્ય-સહજ સામર્થીને પણ ઢાંકી, એક સામાન્ય અજ્ઞાની જેવી ચેષ્ટા કરી, સ્વામીશ્રી ઘણીવાર સૌને મોહમાં મૂકી દેતા. તો પછી પોતાનું અસલ દર્શન તો ભાગ્યે જ કરાવે ને ! સામર્થી છુપાડવાનું એમને કોઠે પડી ગયું હતું.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-17:
Not Noticing Faults in Someone who Serves his Self-interests
“In fact, it is a usual custom in this world that an intelligent person will not notice a fault in someone who serves the person’s major self-interests…"
[Gadhadã II-17]