પ્રેરણા પરિમલ
આધ્યાત્મિક પ્રશ્નોત્તરી - ૪
તા. ૧૪-૬-૭૦ના રોજ લંડનમાં ખૂબ જ દબદબાભરી રીતે અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિઓની નગરયાત્રા લંડન શહેરનાં રાજમાર્ગો ઉપરથી નીકળી અને મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા પણ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અલૌકિક રીતે થઈ. પ્રસાર માધ્યમો દ્વારા આ સમાચાર સર્વત્ર પહોંચ્યા હતા. આ દિને પીટર બ્રેન્ટ નામના લેખક યોગીજી મહારાજની મુલાકાતે આવેલા. ભારતમાં પણ સ્વામીશ્રીને મળવા એમણે પ્રયત્ન કરેલો. ગુરુ-શિષ્ય સંબંધ ઉપર તેઓ એક પુસ્તક લખી રહ્યા હતા. તે સંબંધમાં જ ઘણાં પ્રશ્નો પૂછ્યા -
પીટર - 'આપ શિષ્યને કેવી રીતે ઓળખો કે આ શિષ્ય આ સાધનાના માર્ગે ચાલી શકે તેમ છે કે નહિ ?'
સ્વામીશ્રી - 'ભગવાન પ્રેરણા કરે ત્યારે ઓળખાય કે આ જીવ આ માર્ગે ચાલી શકશે ને આ નહિ ચાલી શકે. સ્વામિનારાયણ ભગવાનની પ્રેરણા વગર ઓળખાય જ નહિ.'
પીટર - 'ગુરુ પરમાત્મા છે ?'
સ્વામીશ્રી - 'પરમાત્માનું સ્વરૂપ છે.'
આ ભાવના સમજવી પીટરને અઘરી લાગતાં સ્વામીશ્રીએ એમને ગુરુનો અર્થ સમજાવ્યો હતો કે 'અજ્ઞાન ટાળીને પ્રકાશ આપે, જ્ઞાન આપે તે ગુરુ. એમાં ભાવના થાય કે આ પરમાત્માનું સ્વરૂપ છે... શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય એ ગુરુ કહેવાય. શ્રોત્રિય એટલે શબ્દ માત્રના સાચા અર્થના કરનાર અને બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મરૂપ થયેલા હોય. જે ગુરુ - ગુરુપરંપરાથી થયેલા હોય એ સાચા ગુરુ.' (અર્થાત્ ગુરુના ગુરુ પણ ક્ષેત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ.)
પીટર - 'ખ્રીસ્તી ધર્મમાં એવો સિદ્ધાંત છે કે દુનિયા બધી ખરાબ છે. તેમાં જે જન્મ્યા તે બ્રહ્મચર્ય પાળતા નથી, માટે ખરાબ છે. માટે આપને મતે શું છે ? શું કોઈ સારી વસ્તુ છે જ નહિ ?'
સ્વામીશ્રી - 'સત્પુરુષ છે તેને મતે ખરાબ કાંઈ છે જ નહિ. પ્રથમ ખરાબ હોય પણ તેને શુદ્ધ કરી સત્પુરુષ આ મારગે ચલાવે તેથી તે ખરાબ ન કહેવાય. દુનિયા નાશવંત છે, તુચ્છ છે, પણ તેમાં શુદ્ધ મુમુક્ષુ છે તે આ મારગે ખેંચાઈ આવે. બધું જ ખરાબ છે તેમ કહેવાય નહિ.'
છેલ્લે એક પ્રશ્ન એમણે એવો કર્યો કે, મારે કંઈ પૂછવાનું રહી જતું હોય તો આપ કહો. ખૂબ સહજભાવે સ્વામીશ્રીએ કહ્યું કે 'શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ કરીએ તો આત્મા-પરમાત્માનું જ્ઞાન કરાવે ને શાંતિ થાય. માટે તે ખોળીને તેનો આશરો કરવો.'
Vachanamrut Gems
Gadhadã I-61:
Understanding in the Face of Misery
"Therefore, we should become more pleased as God puts us through more severe hardships, bearing in mind, 'The more misery God inflicts upon me, the more bound He will become to me; thereby, He will not be away from me for even a moment.' With such understanding, one should become increasingly pleased as God imposes more and more hardships; but one should never become disheartened in the face of misery or for the sake of bodily comforts."
[Gadhadã I-61]