પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-5-2017, અમદાવાદ
સ્વામીશ્રી ટ્રેડમીલ પર વૉક કરીને ખુરશી પર આરામ કરવા વિરાજ્યા એટલે વાર્તાલાપ શરૂ થયો.
ડૉક્ટર વી. પી. પટેલે પૂછ્યું : ‘અક્ષરબ્રહ્મ એક ડગલું ભરે તો કેટલાં બ્રહ્માંડ પસાર થઈ જાય ?’
સ્વામીશ્રી કહે : ‘અનંત.’
ડૉક્ટર કહે : ‘આ અક્ષરની વાત એટલી મોટી છે કે વિચારીએ તો ‘અહો ! અહો !’ સરખું રહે, અને સમજાય તો અખંડ આનંદના સમુદ્રમાં ઝીલતા રહીએ... પણ
એ તો આપ દયા કરો તો જ ઓળખાય ને ?! કારણ કે આપ કૃપાસાધ્ય છો, ક્રિયાસાધ્ય નહીં.’
સ્વામીશ્રીએ હા કહી. પછી ઉમેરતાં કહે : ‘ઘણી વાર ભેગા હોય તોય ન ઓળખાય. કેટલાય સંતો સ્વામી (ગુણાતીતાનંદ સ્વામી) પાસે રહેતા, પણ ન ઓળખ્યા અને ભગતજી મહારાજ ઓળખી ગયા. પાછળ ચાલવાની ના પાડી કે ‘સ્વામીની ગોદડીમાંથી કરોડો સૂર્યનું તેજ નીકળે છે.’
ડૉક્ટર કહે : ‘નજીક રહેતા હોય ને તે ન ઓળખે તેને તો મોટી ખોટ કહેવાય, કારણ કે તેને તો ઓળખવાનો ચાન્સ મળ્યો.’
સ્વામીશ્રી કહે : ‘સ્વામીએ કહ્યું છે ને - જાદવ તો નિરંતરના અભાગિયા...’
સ્વામીશ્રી જાણે મર્મમાં કહી રહ્યા હતા કે તમને પણ મોટી પ્રાપ્તિ થઈ છે પણ યાદવો જેવું ન થાય તે ધ્યાન રાખજો.
Vachanamrut Gems
Gadhadã II-21:
God's Divinity and All-Doership are the Means to Liberation
“Moreover, in all of those scriptures, there are talks of the divine actions and incidents of either God or His Sant. So, liberation cannot be attained just by the observance of the dharma of one’s caste and ãshram, or through its fruits in the form of dharma, arth and kãm. This is because the observance of the dharma of one’s caste and ãshram on its own may bring worldly reputation and physical comforts – but that is all. For the purpose of liberation, however, realising God to be the all-doer is the only means.”
[Gadhadã II-21]