પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-8-2016, સારંગપુર
પ્રમુખસ્વામી મહારાજના ઉત્તરાધિકારી અને ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસ તરીકે મહંત સ્વામી મહારાજનો સંદેશ મેળવવાની ઇચ્છા વિવિધ પ્રસાર માધ્યમોને હતી. તે માટે આજે સ્વામીશ્રી બપોરે ભોજન પૂર્વે ‘પ્રમુખદર્શન વાટિકા’ના મંચ પર પધારેલા.
અહીં સૌ પત્રકારભાઈઓ વતી સ્વામીશ્રીને પ્રશ્ન પુછાયો કે ‘આપ વર્ષોથી પ્રમુખસ્વામી મહારાજને જોતા આવ્યા છો. સન 1951થી આપને તેઓનો યોગ સાંપડ્યો છે, તો આ દરમિયાન આપે અનુભવેલા તેઓના એક-બે સ્મરણીય પ્રસંગો કહેશો, જેનાથી તેઓની મહાનતાનો પરિચય થાય.’
સ્વામીશ્રીએ ઉત્તર આપતાં જણાવ્યું :
“સાઈઠેક વર્ષ પહેલાંની વાત છે. યોગીબાપાએ મને આજ્ઞા કરી કે ‘ચાર દિવસ પ્રમુખસ્વામી મહારાજ ભેગા ફરો, પછી મને મળજો.’ એટલે હું તેમના સેવક તરીકે જોડાયો. એક દિવસ અમે અમદાવાદથી આણંદ જવા રેલવે સ્ટેશને પહોંચ્યા.
થર્ડ ક્લાસના ડબ્બામાં ખૂબ ગિરદી હતી. તેથી પ્રમુખસ્વામી મહારાજે કહ્યું : ‘હું આગળ જઈને વ્યવસ્થા કરું, પછી તમે આવો.’ સેવક હું હતો, વ્યવસ્થા મારે કરવાની હોય, પણ તેઓ ગયા. વ્યવસ્થા કરી. પછી અમે ત્યાં ગયા.
થોડી વારમાં સ્વામીબાપાએ મને પૂછ્યું : ‘તમારી થેલી ક્યાં ?’ તે તો હું પેલા ડબ્બામાં ભૂલી ગયેલો. પણ પ્રમુખસ્વામી મહારાજે કહ્યું : ‘તમે બેસો, હું લઈ આવું.’ સેવક કોણ ? હું બેસી રહ્યો, છતાં તેઓ એક પણ શબ્દ બોલ્યા નહીં.
હું તો યુવકમાં હતો. તેમને મને ખખડાવવાનો અધિકાર હતો. આવી પરિસ્થિતિમાં ગમે તેવો ધીરજવાન પણ અકળાઈ જ જાય. આ પ્રસંગમાં ધીરજતા, આધ્યાત્મિકતા, ક્ષમા બધું જ આવી જાય છે.
પ્રમુખસ્વામી મહારાજ ગુણની જ મૂર્તિ. જ્યાં હાથ નાખો ત્યાં ગુણ જ હાથ આવે. અમને ખ્યાલ નહોતો કે સ્વામીશ્રીનો આટલો બધો પ્રભાવ અને ચાહના છે. તેઓના દિવ્યવિગ્રહનાં દર્શન માટે ચાર દિવસ સુધી ભક્તોનો પ્રવાહ ચાલુ ને ચાલુ જ રહ્યો ! એક સેકન્ડ પણ ખાલી ગઈ નથી. બધાને એમ જ લાગતું કે ‘સ્વામી તો ધ્યાનમાં જ બેઠા છે, હમણાં બોલશે... હમણાં બોલશે...’ બધાને તેઓ પ્રત્યે ખૂબ લાગણી છે.”
આમ, ગુરુગુણની ગરબી સ્વામીશ્રીએ ગૂંથી દીધી.
Vachanamrut Gems
Gadhadã I-68:
Cause for an Atheisitic Attitude
Thereafter Muktãnand Swãmi asked, "Is the cause of such a nãstik attitude one's past karmas or the influence of evil company?"
Shriji Mahãrãj explained, "The sole cause of the development of such a nãstik attitude is listening to the scriptures of nãstiks and keeping the company of one who has faith in those scriptures. Furthermore, lust, anger, avarice, arrogance, egotism and jealousy also cause such a nãstik attitude to develop. Why? Because if a person possesses any one of those swabhãvs, then he will not be able to believe the talks of even sãdhus such as Nãrad and the Sanakãdik.
"When is such a nãstik attitude overcome? Well, when one listens to talks of the divine actions and incidents of God, such as the creation, sustenance and dissolution of the cosmos as described in ãstik scriptures like the Shrimad Bhãgwat, and also understands the greatness of God and the Sant, such a nãstik attitude is overcome and an ãstik attitude develops."
[Gadhadã I-68]