પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 18-5-2010, ગુણાતીતનગર (ભાદરા)
ઇંગ્લૅન્ડમાં ચાલતી યુવક-પ્રવૃત્તિની વાતો કરતાં આનંદપ્રિય સ્વામી કહે : ‘આપની પ્રેરણા અનુસાર યુવક મંડળને ગુજરાતી શીખવવાનો કાર્યક્રમ પણ યુ.કે.માં ચાલે છે.’
આ સાંભળતાં જ સ્વામીશ્રી કહે : ‘વાહ ! ગુજરાતીની પ્રૅક્ટિસ ચાલુ ને ચાલુ જ રહેવી જોઈએ, નહીંતર ભૂલી જાય. કાર્યક્રમ તો રાખ્યો પણ પાછો ભણીને ભૂલી જવાય એમ નહીં. ચાલુ ને ચાલુ રાખીએ તો એમ કરતાં દૃઢતા થઈ જાય. સભામાં થોડું બોલે, પાંચ મિનિટ જેટલું ગુજરાતીમાં બોલે, એવું કરવું.’
દેશ-વિદેશમાં ગુજરાતી ભાષાના પ્રખર પુરસ્કર્તા સ્વામીશ્રીએ હંમેશાં આવાં આયોજનોને ઉત્સાહથી વધાવ્યાં છે અને બિરદાવ્યાં છે.
Vachanamrut Gems
Gadhadã II-33:
A True Sadhu
“… The enemies of lust, anger, avarice, etc., prevail strongly even in a sãdhu, but to please God, he would still forsake them; for only then can he be called a true sãdhu.”
[Gadhadã II-33]