પ્રેરણા પરિમલ
મન મોટું રાખવું...
(તા. ૦૬-૦૭-૨૦૦૮, સારંગપુર)
એક યુવક સ્વામીશ્રીનાં દર્શને આવ્યો હતો. આ યુવકનું થોડા વખત પહેલાં સગપણ થયું હતું. સગપણ થયા પછી અવારનવાર એકબીજાના ઘરે જવાનું થતું. એક વખત આ યુવક એના વડીલો સાથે પરણેતરના ઘરે ગયો. ત્યાંનું વાતાવરણ જરા મુક્ત લાગ્યું. યુવકના પિતાને કન્યાનો સ્વભાવ આજના જમાના પ્રમાણે વધુ પડતો મળતાવડો લાગ્યો. તેઓના સગાની સાથે છૂટથી હળતીમળતી એ કન્યાનું વર્તન જોતાં યુવકના પિતાને શંકા ગઈ. એટલે ઘરે આવીને એણે આ સંબંધ તોડી નાખવાનો નિર્ણય કર્યો.
યુવકે આવાતને હળવાશથી લીધી. આ મુદ્દા ઉપર પિતા અને પુત્ર વચ્ચે મનદુઃખથતાં ઝઘડા જેવું થઈ ગયું. બંને પોતપોતાની વાત ઉપર અક્કડ હતા. સામે પક્ષે પણ આ વાતનો ખ્યાલ આવતાં કન્યાએ પણ ખુલાસો કર્યો અને ભવિષ્યમાં આ રીતનું વર્તન ના થાય એ માટે જાણપણું રાખવાની બાંયધરી પણ આપી. સ્વામીશ્રી સમક્ષઆ યુવકે આ આખી દાસ્તાન વિગતવાર કહી. સ્વામીશ્રીએ પ્રેમથી એને સાંભળ્યો.
યુવકના પિતાશ્રીને ફોન પર સમજાવતાં સ્વામીશ્રીએ કહ્યું :
'છોકરીની કદાચ ભૂલ થઈહોય તોપણ એણે માફી માગી છે. કોઈ પણ વ્યક્તિ માફી માગે પછી આપણે મોટું મન રાખવું જોઈએ ને! માટે તોડવા કરતાં લગ્ન કરી નાખજો. શ્રીજીમહારાજ દયા કરશે.' સ્વામીશ્રીના એક જ વચને પિતાશ્રી પૂર્વગ્રહ મૂકીને સંમત થયા. વળી, ઉમેરતાં સ્વામીશ્રીએ કહ્યું કે 'આ નિર્ણય કર્યો પછી દીકરો ઘરે આવે તોપણ એને બોલવું-વઢવું નહીં, હેતપ્રીતથી કામ કરજો. લગ્નપ્રસંગે પણ હેત-પ્રીત સાથે જોડાજો.'
સ્વામીશ્રી માનવ-મનના મર્મજ્ઞછે. ભંગાણના આરે પહોંચેલા આવા અનેક પ્રશ્નોમાં સ્વામીશ્રીએ આપેલો વિશ્વાસ અતૂટ બંધનનું કામ કરે છે. આરીતે અનેકના સામાજિક જીવનની પ્રતિષ્ઠા સ્વામીશ્રીએ બચાવી છે અને અનેકનાં ભવિષ્ય પણ.
Vachanamrut Gems
Vartãl-2:
Necessities for Pleasing God
“… Therefore, God is only pleased upon one who realises God to possess a definite form and to be the creator, sustainer and destroyer of the cosmos.”
[Vartãl-2]