પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-6-2017, સારંગપુર
હવે કાર્યક્રમનો ઉત્તરાર્ધ ચાલુ થયો. યુવાનોએ એક ટૂંકી સ્કિટ રજૂ કરીને સ્વામીશ્રીને પૂછ્યું કે ‘સ્વામી ! અમે નિયમો પાળીએ છીએ, સેવા કરીએ છીએ તોયે સત્સંગનું સુખ કેસર કેરી જેવું નથી આવતું, તો તે કેવી રીતે આવે તેનું આપ કૃપા કરીને માર્ગદર્શન આપો.’
સ્વામીશ્રીએ સાચી સમજ આપતાં કહ્યું :
“કેસર કેરીનું સુખ એટલે દિવ્ય આનંદ. મહારાજ-સ્વામીની આજ્ઞા પાળવાનું, ભેગા રહેવાનું મન થશે. સત્સંગ કરવાનું, સેવા કરવાનું મન થશે. એ કેસર કેરીનું સુખ મળશે. પ્રમુખસ્વામી મહારાજને ચાદર ઓઢાડી તે દિવસે તેમણે વાસણ ઊટક્યાં. એ કેસર કેરીનું સુખ નહીં ? આ ભાવના વગર થાય ? યોગીજી મહારાજે એટલી સેવા કરી કે નખ કાપ્યા જ નથી. અને શાસ્ત્રીજી મહારાજ તો તપેલામાં ઘૂસીને સેવા કરતા. એ કેસર કેરીનું સુખ ન આવ્યું ? ખરો અર્થ આ જ છે. સત્સંગ કરવાનું મન થાય. દોડી દોડીને સત્સંગમાં જઈએ. સત્સંગ પ્રધાન રહે તે કેસર કેરીનું સુખ આવ્યું કહેવાય.”
સ્વામીશ્રીએ વિશિષ્ટ વ્યાખ્યા કરી કે ‘કેસર કેરીનું સુખ’ એટલે ‘સત્સંગ કરવાનું મન થાય.’
Vachanamrut Gems
Vartãl-6:
Sometimes, why does everyone - good and bad - suffer?
“…when there is the predominance of favourable kãl, it diminishes the power of the impure karmas of the jivas. Yet, when a terrible famine strikes, everyone suffers; or when there is a horrendous war, hundreds of thousands of people are killed at once. In these cases were everyone’s favourable karmas suddenly exhausted at the same time? Instead, it is the intense power of unfavourable kãl that overcomes the force of the favourable karmas of the jivas. So, when the influence of intense kãl prevails, karmas have no influence; due to the influence of kãl, karmas that should have resulted in happiness lead to misery, and karmas that should have resulted in longevity lead to death. In this manner, when the influence of a strong kãl is prevalent, everything occurs due to kãl. So it is mentioned in the scriptures.”
[Vartãl-6]