પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-9-2016, મુંબઈ
આજે સ્વામીશ્રીને મળવા તેઓના ઓરડામાં દિવ્યાનંદદાસ સ્વામી પહોંચેલા. આ સંતને પગમાં ઓપરેશન કરાવ્યું હોવાથી તેઓ વ્હીલચૅરમાં બેઠા હતા. અન્ય એક સંત તેઓને સ્વામીશ્રી સુધી મૂકી ગયેલા.
થોડી વારે આ વાતચીત પૂરી થઈ. હવે તે સંતને બહાર નીકળવાનું હતું, પણ તેઓની વ્હીલચૅર ચલાવે કોણ ? તે પ્રશ્ન ઊભો થયો. કારણ કે વાત અંગત હોવાથી ઓરડામાં તે સંત અને સ્વામીશ્રી સિવાય કોઈ જ નહોતું.
પરંતુ એટલામાં તો સ્વામીશ્રીએ જ ઊભા થઈને વ્હીલચૅરનું સુકાન હાથમાં લઈ લીધું. વ્હીલચૅરમાં બેઠેલા સંત કાંઈ બોલે તે પહેલાં તો સ્વામીશ્રી વ્હીલચૅર લઈને ઓરડાની બહાર પધારી ગયા !
અહીં આ આશ્ચર્યજનક દૃશ્ય જોનાર સૌ અવાક્ થઈ ગયા. સંતો વ્હીલચૅર લેવા દોડી ગયા પણ સ્વામીશ્રીએ તે ન આપી અને હસતાં હસતાં છેક બહારની પરસાળ સુધી વ્હીલચૅર હંકારી.
સૌને એ વ્હીલચૅર સ્વામીશ્રીની નમ્રતા અને સેવાભાવનાનાં બે પૈડાં પર સરકતી લાગી. તે સમયે ગુરુપદથી તદ્દન અભાન સ્વામીશ્રી સેવાધર્મના મૂર્તિમાન સ્વરૂપ જણાયા.
Vachanamrut Gems
Gadhadã I-78:
Key to Liberation
Thereafter Prasãdãnand Swãmi asked, "What is the cause of the jiva's liberation?"
Shriji Mahãrãj answered, "To do exactly as the Sant says without harbouring any doubts is the only cause of the jiva's liberation."
[Gadhadã I-78]