પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-6-2017, સારંગપુર
સ્વામીશ્રી આજે યજ્ઞપુરુષ સભામંડપના અગ્ર ભાગમાં સ્થિત મંચ ઉપર બાળ-યુવાદિનના કાર્યક્રમમાં લાભ આપવા પધાર્યા. બાળકોએ સ્વામીશ્રી સાથે રમત શરૂ કરી - ‘પાસિંગ ધ બોલ’ અર્થાત્ સંગીત સાથે દડો ફેરવવાનો. સંગીત બંધ થતાં જેના હાથમાં દડો રહે તે આઉટ. પછી સ્વામીશ્રી ચિઠ્ઠી ઉપાડે અને તેને જે સજા આવે તે ભોગવવાની !
રમત શરૂ થઈ. ત્રીજા સોપાનમાં જ સ્વામીશ્રી પોતે આઉટ થયા. સ્વામીશ્રીએ પોતાને સજા આપવા માટેની ચિઠ્ઠી ડૉકટર સ્વામીને ઉપાડવા કહ્યું. ડૉક્ટર સ્વામીએ ચિઠ્ઠી ઉપાડી, તેમાં આવ્યું - ‘બાળકોને સંદેશ આપતું એક ચિત્ર દોરો.’ સ્વામીશ્રીએ સ્લેટ અને પેન હાથમાં લીધી અને ગણતરીની ક્ષણોમાં જ દંડવત કરતા બાળકનું ચિત્ર દોરી આપ્યું. તે દ્વારા સૌને દંડવત કરવાની પ્રેરણા આપી.
કાર્યક્રમ આગળ વધતાં એક બાળક પોતાની પિછાણ આપતાં કહે : ‘સ્વામી ! હું આત્મા. મને ઓળખ્યો ? હું પેલો હરિજનનો છોકરો. જેને તમે સો વખત ‘હું આત્મા છું, હું આત્મા છું,’ એવું દૃઢાવ્યું હતું. તે વખતે તો મેં ભૂલ કરી પણ હવે હું ભૂલ નહીં કરું. આપ મને પૂછી જુઓ.’
સ્વામીશ્રીએ પૂછ્યું : ‘તમે કોણ છો ?’
પેલા બાળકે કહ્યું : ‘આત્મા.’
‘કેવી રીતે ?’ સ્વામીશ્રીએ અણધાર્યો બીજો પ્રશ્ન પૂછ્યો.
પેલો છોકરો પણ તૈયાર હતો. તેણે કહ્યું : ‘મહંત સ્વામી મહારાજ મારો આત્મા છે.’ અને પછી તેણે વિનંતી કરી : ‘સ્વામી ! આપ અમને આ વાત દૃઢાવો.’
સ્વામીશ્રીએ કહ્યું : ‘હું આત્મા છું, ભગવાનનો
દાસ છું.’
સ્વામીશ્રીએ આત્મવિચારની સાચી રીત શીખવી દીધી - ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમદાસોસ્મિ.’
Vachanamrut Gems
Gadhadã II-36:
A brave devotee
“… When a person with such bravery in his heart conceives some desirous thought other than that of God, then as he is a brave devotee, intense contemplation arises within, thus dispelling all such desirous thoughts. Thereby, he continuously engages his vrutti on the form of God.”
[Gadhadã II-36]