પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-5-2010, ગુણાતીતનગર (ભાદરા)
ધ્રોળથી આવેલા મહેન્દ્રસિંહ જાડેજાને સ્વામીશ્રી મળ્યા. મહેન્દ્રસિંહનો નાતો બિલાડા સ્ટેટ સાથે છે. દીવાન સાહેબનાં પુત્રી મોહનબાના તેઓ પતિ છે. છેલ્લાં 45 વર્ષથી સંસ્થા સાથે તેઓને ઘરોબો છે. યોગીજી મહારાજ પણ તેઓને ત્યાં ઘણી વાર પધારેલા છે. યોગીજી મહારાજની ખુરશી પણ તેઓએ ઊંચકી છે. વળી, યોગીજી મહારાજે તો એક વખત તેઓને કહ્યું હતું કે ‘દાજીબાપુના જમાઈ એટલે અમારા જમાઈ કહેવાય.’ આ બધી સ્મૃતિ તેઓએ સ્વામીશ્રી પાસે કરી. જોકે સંજોગોવશાત્ તેઓ સત્સંગમાં આવી શકતા ન હતા, પરંતુ પ્રતિષ્ઠા ઉત્સવે અવારનવાર સ્વામીશ્રીએ તેઓને યાદ કર્યા. યજ્ઞમાં પધારવા માટેનું આમંત્રણ પણ આપ્યું અને એ રીતે હેત કરીને આજે તેઓને બોલાવ્યા. તેઓ આવ્યા. સ્વામીશ્રી તેઓને પ્રેમથી મળ્યા. સામે ખુરશી નખાવીને બેસાડ્યા, હાર પહેરાવ્યો અને તેઓને સ્વામીશ્રી કહે : ‘તમે તો હિંદુ સમાજના આગેવાન છો અને ભાદરામાં આ મંદિર થયું છે એ મંદિર પણ હિંદુ ધર્મનું છે. હવે આ મંદિરની રક્ષા કરવાની જવાબદારી તમારી છે.’
સ્વામીશ્રીની આવી આત્મીયતા અને પોતા ઉપર મૂકેલા વિશ્વાસથી તેઓ ગળગળા થઈ ગયા, આંખમાં આંસુ આવી ગયાં. બહાર નીકળ્યા પછી પણ તેઓએ દસ વખત ધર્મકુંવર સ્વામીને આ વાત યાદ કરાવીને કહ્યું કે ‘આ મંદિરની જવાબદારી મારી છે.’ સ્વામીશ્રીની હેત કરવાની રીત આગવી છે.
સ્વામીશ્રીએ ખાસ તેઓ માટે શાલ મગાવી હતી. તેઓને શાલ ઓઢાડતાં સ્વામીશ્રી કહે : ‘યજ્ઞમાં ખાસ યાદ કર્યા હતા, પણ આપ આવી ન શક્યા એટલે આજે ખાસ આપને શાલ ઓઢાડીએ છીએ.’
Vachanamrut Gems
Gadhadã II-55:
I am always Cautious
“In addition, a thought also remains within My heart that I am the ãtmã, distinct from the body; I am not like this body. Also, My mind is always cautious, lest a portion of mãyã in the form of rajogun, tamogun, etc., infiltrate My ãtmã! In fact, I am constantly vigilant of that.”
[Gadhadã II-55]