પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૧૨
નૈરોબી, તા. ૧૨-૨-'૭૦
કથાપ્રસંગમાં વાત કરતાં યોગીજી મહારાજે કહ્યું :
'સૌરાષ્ટ્રથી સાત જણ બોચાસણ દર્શન કરવા આવ્યા હતા. તેઓ જૂના મંદિરના હતા. અહીં આઠ આનાનો થાળ કર્યો પછી જમ્યા અને નીકળતી વખતે પ્રસાદી માંગી.
નિર્ગુણ સ્વામી ધખ્યા ને કહ્યું, 'મૂરખના જામ, સાત જણ જમી ગયા ને ઉપરથી પ્રસાદી માગે છે ?'
શાસ્ત્રીજી મહારાજને ખબર પડ્યા. તેમણે આવી નિર્ગુણ સ્વામીને કહ્યું, 'આપણાથી આવું ન કરાય. પ્રસાદી દ્યો.'
કોઠારમાં પ્રસાદ થઈ રહ્યો હતો.
પછી સ્વામીએ કહ્યું, 'મારો ડબો લાવો.' પછી તેમાંથી પાંચ લાડુ ઓલ્યાઓને દીધા.
મોટા પુરુષ મોટા દિલના હોય છે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-16:
Faith in God Encompasses Faith in Dharma
“… Therefore, faith in dharma naturally develops in one who possesses faith in God. However, if one maintains faith in dharma alone, then faith in God will decline. It is for this reason that one who is intelligent should certainly maintain resolute faith in God, since thereby faith in dharma will also remain firm.”
[Gadhadã II-16]