પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-9-2016, મુંબઈ
આજે વીડિયોકોન કંપનીના માલિક શ્રી પ્રદીપ ધૂત દુબઈથી ખાસ સ્વામીશ્રીનાં દર્શન કરવા આવી પહોંચેલા. આવતાંની સાથે જ તેઓ સ્વામીશ્રીનાં ચરણોમાં બેસી ગયા. તેઓ દર વર્ષે અન્નકૂટના દિવસે સવારે ચાર વાગ્યે ઊઠી જાય છે. જાતે જ ગરમાગરમ શીરો બનાવી ઔરંગાબાદથી મુંબઈ ઠાકોરજીને ધરાવવા લાવે. સ્વામીશ્રી તેમની આ ભક્તિભાવનાથી ખૂબ પ્રસન્ન થયા.
કેટલોક સમય સ્વામીશ્રી સાથે વીતાવી તેઓએ વિદાય લીધી. પરંતુ ઘેર પહોંચ્યા બાદ તેમણે સંતોને ફોન કરીને જણાવ્યું કે ‘मैंने महंत स्वामीजी के प्रथम बार दर्शन किए, पर शांति हो गई।’
‘શાંતિ પમાડે તેને સંત કહીએ...’ એ પંક્તિઓ સ્વામીશ્રીના સાંનિધ્યમાં સૌ અનુભવે છે.