પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૧૦
નૈરોબી, તા. ૧૨-૨-'૭૦ બપોરે ૧-૦૦
કથા પ્રસંગમાં યોગીજી મહારાજ કીર્તન-પંક્તિ કેફમાં બોલી રહ્યા હતા :
'આ તો વીસવસાની વાત રે,
સહુ સમજજો સાક્ષાત રે...'
'બાપા, વીસવસા એટલે શું ?' વચ્ચે એકદમ કોઈએ પ્રશ્ન પૂછ્યો. એટલી જ સાવધાની ને સહજતાથી સ્વામીશ્રીએ કહ્યું, 'હું ય સમજતો નથી.'
સ્વામીશ્રીના ઉત્તરમાં ભારોભાર નિખાલસતા હતી. સર્વજ્ઞતા છતાં અજ્ઞાનતા દર્શાવવામાં, એમણે લેશ પણ સંકોચ અનુભવ્યો નહિ. મુખારવિંદ ઉપર ક્ષોભની રેખા સરખી નહિ. અજ્ઞાનીની જેમ પોતે પણ કોઈ પાસેથી આનો ઉત્તર મેળવવા ઝંખી રહ્યા. એક દિવ્ય દર્શન !
પછી પ્રમુખસ્વામીએ સમજાવ્યું, 'ગાયકવાડી રાજ્યનું-જમીનનું ગૂંઠા જેવું આ એક માપ છે. વીસવસા એટલે એક વીઘું થાય. એટલે એમ કે વાત સોળઆના બરાબર છે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-16:
Instant Enlightenment
“In comparison, one who has strong shraddhã becomes enlightened immediately…”
[Gadhadã II-16]