પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૬૫
મોમ્બાસા, તા. ૧૫-૪-'૭૦
બપોરે ૧-૩૦
સ્વામીશ્રીના જન્મસ્થાન ઉપર ધારી ગામમાં હરિમંદિર બાંધવાનું હતું. ગોંડલથી ટપાલમાં એ નકશા આવ્યા હતા. શ્રી હર્ષદભાઈ દવેના હાથમાં નકશા હતા. સ્વામીશ્રીને કાંઈ ખ્યાલ નહોતો એટલે સહેજે પૂછ્યું, 'આ શું છે ?'
'લ્યો, બાપા,' એમ કહી તેઓ આપવા જતા હતા ત્યાં શ્રી મગનભાઈ સેક્રેટરી વચ્ચે બોલી ઊઠ્યા,
'બાપા, ધારીના નકશા છે.'
સ્વામીશ્રીએ લંબાવેલો હાથ વીજળીનો ઝાટકો લાગે એમ પાછો ખેંચી લીધો ને એને અડવાનીયે અનિચ્છા છુપાવતાં, વાત વિસારે પાડતાં કહ્યું,
'મગનભાઈ બહુ સારા.'
નિયમભંગના એક મહાન દોષમાંથી જાણે શ્રી મગનભાઈ એ બચાવી લીધા હોય એવા આભારની લાગણી એમના મુખ ઉપર ઊપસી આવી હતી. સાથે નિરાંત પણ કે જાણે અગ્નિમાં હાથ પડતો બચી ગયો હોય !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-2:
The Cause and the Effect
Thereupon Brahmãnand Swãmi asked, "That which is the cause should be greater than its effect. Why, then, does a large tree arise from the seed of a banyan tree, which is small?"
Shriji Mahãrãj replied, "A cause may be small and subtle, yet it is still capable of producing a vast effect - that is the cause's greatness…"
[Loyã-2]