પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૭
નૈરોબી, મંગળવાર તા. ૧૦-૨-'૭૦
વસંતપંચમી, સવારે ૫-૨૦.
રોજ કરતાં વહેલા ઊઠી યોગીજી મહારાજ કહે,
'આજે તો સ્વામીનો(શાસ્ત્રીજી મહારાજનો) જન્મદિવસ છે. જાણે વહેલા ઊઠી ગયા અને પૂજા કરી લીધી એવું ઊંઘમાં થયું.'
પાસે બેઠેલા સેવકોને આશીર્વાદ આપતાં કહ્યું, 'નિર્દોષબુદ્ધિ સદાય રહે અને કોઈ પ્રકારનો વિકાર હૈયામાં ન આવે.'
સવારે સ્વામીશ્રી આગળ નિષ્કુળાનંદ કાવ્ય, સ્વામિનારાયણ પ્રકાશ, સત્સંગ પત્રિકા વગેરેનો પાઠ થતો. એ નિયમ મુજબ ઈશ્વરચરણ સ્વામીએ અહીંથી પ્રસિદ્ધ થયેલા 'આનંદ વિજય' અંકનું વાંચન કર્યું.
પછી સ્વામીશ્રી સૌને કહે :
'એક ખાનગી વાત. આજથી મહારાજ અને સ્વામી બેસશે. થાળ નિત ધરવો પડે. સવારે મગજ અને દૂધ ધરવું પડશે. પોઢાડવા, જગાડવા તે બધું ટાઈમસર કરવું પડશે. રોટલી, દાળ, ભાત, શીરો બશેરનો કરવો પડે.
સવારે મગજ ને દૂધ ધરાવવું. ક્યારેક દૂધમાં પૂરી કરવી. અથાણું ધરવું.
નગારાં બપોરે વગાડવાં જ જોઈએ...'
એટલામાં આરતી થઈ એટલે દર્શન કરી સ્નાન કરવા પધાર્યા.
મંદિરની દિવ્યતા અને મૂર્તિઓની પ્રત્યક્ષતા અહર્નિશ જેના મનમાં રમતી હોય એના સિવાય આવી ચિંતા કોણ કરે ?
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-17:
Having Nothing More Left to Understand
“… One who has developed such a firm conviction of the nature of Purushottam has nothing more left to understand.”
[Gadhadã II-17]