પ્રેરણા પરિમલ
એનો ભાવ તો જુઓ
પૂર્વ આફ્રિકાની સત્સંગ યાત્રાએ પધારેલા યોગીજી મહારાજ અને સંતો મસીન્ડી આવ્યા. અહીંના સ્થાનિક ભક્તોએ સ્વાગત કર્યું અને સ્વામીશ્રી સીધા જ હરિભક્ત નારાયણસિંગની મોટરમાં એમની પ્રતાપ સો મીલમાં-જંગલમાં ઊંડે ઊંડે પધાર્યા. અહીં ૧૯૬૦માં સ્વામીશ્રી પધાર્યા હતા અને એક રાત રહ્યા હતા તે સ્મૃતિ કરી.
સ્વામીશ્રી કહે, 'આવા જંગલમાં આપણને સંભારે છે, કેવો ભાવ! આ તો તીરથ થઈ ગયું.' એમ કહેતા જાય અને પ્રસન્નતા બતાવતા જાય. વ્યવસ્થાપક સંતોએ ઉતાવળ કરી. કારણ શહેરમાં ઘણો કાર્યક્રમ હતો.
'એનો ભાવ તો જુઓ,' એમ કહી સ્વામીશ્રી નિરાંત કરી બેઠા.
ઠાકોરજીનું પૂજન થયું. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. ડૉક્ટર સ્વામી પાસે વાતો કરાવી. છેવટે અહીંથી નીકળ્યા. સ્વામીશ્રી કહે, 'મારે સો મીલમાં પુષ્પ છાંટવા છે.' કાર્યકર્તાઓ ના પાડે.
'પણ મારે ઉતરવું છે ને,' એમ કહી જાતે ઉતરવા લાગ્યા. બધાં મશીનો ઉપર પુષ્પ છાંટ્યાં અને ખૂબ આશીર્વાદ આપ્યા. એક ઝાડવું મોટું સીધું થડ, મીલની વચ્ચે થાંભલા તરીકે ઊભું ગોઠવ્યું હતું. સ્વામીશ્રીએ હાથથી એને થાપા માર્યા અને કહે, 'આ થાંભલો સંભારજો આ તીરથ થઈ ગયું, બધું પ્રસાદીનું કર્યું... એનો ભાવ તો જુઓ... આપણે માટે એ દેશમાં આવ્યા હતા તો આપણે અહીં આવવું જોઈએ ને.'
નારાયણસિંગ સ્વામીશ્રીનાં દર્શને ગોંડલ આવ્યા હતા. ઉનાળામાં સખ્ત તાપમાં સોરઠની પંચતીર્થમાં સાથે ફર્યા હતા, ફક્ત સ્વામીશ્રીની આજ્ઞા અને પ્રેમ ખાતર. તે આટલે દૂર આવી, સ્વામીશ્રી જાણે ૠણ પૂરું કરતા હોય એમ બધે ફર્યા અને સૌને રાજી કર્યા. મૂળ શીખધર્મના નારાયણસિંગ સ્વામીશ્રીની સાધુતાથી જ સત્સંગમાં ખેંચાયા હતા. જીવ ભલે થોડુંક જ કરે પણ મોટા પુરુષ એને બહુ માની લે છે.
Vachanamrut Gems
Gadhadã I-59:
Influences of Spiritual and Evil Persons
Thereafter Muktãnand Swãmi asked another question: "Places, times and actions become either favourable or unfavourable. Is this due to the company one keeps, or to some other factor?"
Shriji Mahãrãj explained, "All places are a part of the earth, and so they are the same everywhere. Time is also the same everywhere. However, wherever an extremely powerful spiritual person presides, adverse places, adverse times and adverse actions all become favourable by his influence. Conversely, by associating with an extremely vile sinner, even favourable places, favourable times and favourable actions become adverse. Therefore, the person is the governing factor in determining whether places, times and actions are favourable or unfavourable."
[Gadhadã I-59]