પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૧૦
મુંબઈ, તા. ૨૦-૯-'૬૧
અક્ષર ભવનમાંથી નીકળી લગભગ મધ્યા વખતે સ્વામીશ્રી પાલવા બંદર આવી પહોંચ્યા. તડકો ઠીક ઠીક પડતો હતો. મોટરમાંથી ઊતરી સ્વામીશ્રી ચાલતા સભાસ્થાન તરફ જઈ રહ્યા હતા. સ્વામીશ્રી પધાર્યા એટલે સભાસ્થળેથી અને આજુબાજુ રાહ જોતા ઊભેલા હરિભક્તો એકદમ સ્વામીશ્રીને સામે લેવા પધાર્યા.
એક હરિભક્ત તેમાં મોખરે હતા. તેઓ ઉઘાડે પગે ચાલતા હતા. તે જોઈ સ્વામીશ્રી પોતાના પગમાંથી લૂગડાનાં સ્લીપર કાઢી તેમને આપવા લાગ્યા અને કહે, 'ચંપલ કેમ પહેર્યાં નથી, તડકો લાગશે. લ્યો, આ ચંપલ.' સ્વામીશ્રીની આ કરુણા જોઈ સૌ દ્રવિત થઈ ગયા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-33.6:
Things a Devotee Can't do without
“Even at present, the attachment a devotee has for the ten types of bhakti – engaging in discourses related to God, singing devotional songs, chanting His holy name, etc. – as well as the attachment he has for swadharma, vairãgya, ãtmã-realisation, keeping the company of the Sant and realising the greatness of God is such that he can in no way do without them…”
[Gadhadã III-33.6]