પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-6-2017, સારંગપુર
એક મુમુક્ષુએ આજે સ્વામીશ્રીને પૂછ્યું : ‘મારું અંગ કયું ?’
‘એ તો ધીરે ધીરે ગડમથલ કરતાં થશે, સમય જતાં ખબર પડશે.’ સ્વામીશ્રીએ કહ્યું.
મુમુક્ષુએ આગળ પૂછ્યું : ‘આપનામાં જોડાણ કેવી રીતે કરવું ?’
‘ઇન્ટરેક્શન(Interaction) કરતા રહેવાનું. (સમાગમ ચાલુ રાખવો.)’ સ્વામીશ્રીએ જવાબ આપ્યો.
‘ઇન્ટરેક્શન કેવી રીતે કરવું ? દર વખતે આપને મળી શકાય એમ ન હોય, અને પત્ર લખીએ તેમાં પણ આપનો ખૂબ સમય જાય.’
‘મનોમન કરવું.’
‘અમે મનોમન કરીએ તો તમે જવાબ કેવી રીતે આપશો ?’
‘ચાલુ કરો એટલે અંદરથી જવાબ આવશે.’
‘પણ અંદરથી મન પોતાનું ગમતું નહીં કહે ને ? આપ જ સુઝાડશો ને ?’
‘હા, અમે જ.’
મુમુક્ષુએ આગળ પૂછ્યું : ‘આપે કથામાં ઉત્કૃષ્ટ જાણપણાની, સંપૂર્ણપણે કર્તા માનવાની વાત અને ઊંડે સુધી પ્રાપ્તિના વિચારની વાત કરી હતી. તે કેવી રીતે કરવું ?’
સ્વામીશ્રી ભાવમાં આવીને કહેવા લાગ્યા :
“પ્રાપ્તિ બહુ મોટી થઈ છે. પુરુષ એટલે અક્ષરમુક્ત. તે અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ કરે છે. એવા અનંત મુક્તો અક્ષરના એક ભાગમાં આવી જાય છે, અને એ અક્ષરથી પણ અનંત ગણા પર પુરુષોત્તમ છે, તે અક્ષરબ્રહ્મ આપણને ગુરુરૂપે મળ્યા છે...
ગુરુને પૂછવું ના પડે કે ‘તમે આ કર્યું ? આ કર્યું ?’ તમારે સામેથી કહી દેવું. કપટ ન રાખવું. તે તો અંદર-બહારનું બધું જાણે છે. સાચો ભાવ હશે તો લીલા ખડમાંથી પણ જવાબ આપશે, નાના બાળકમાંથી પણ જવાબ આપશે. ચકોર દૃષ્ટિએ જોવું પડે તો ખબર પડે.”
મુમુક્ષુએ પૂછ્યું : ‘આપ અમને મળ્યા છો, તે કોણ છો ?’
‘સત્પુરુષ. શ્રીજીમહારાજ, ગુણાતીતાનંદ સ્વામી ને સત્પુરુષ - આ આપણી સીધી લીટીની સમજણ છે.’ સ્વામીશ્રીએ કહ્યું.
Vachanamrut Gems
Gadhadã II-21 :
Complete Understanding on the Path of Liberation
“In addition, if a person realises the greatness of manifest God and His Bhakta-Sant in exactly the same way as he realises the greatness of past avatãrs of God such as Rãm, Krishna, etc., as well as the greatness of past sãdhus such as Nãrad, the Sanakãdik, Shukji, Jadbharat, Hanumãn, Uddhav, etc. – then nothing remains to be understood on the path of liberation.”
[Gadhadã II-21 ]