પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-6-2017, સારંગપુર
યજ્ઞપુરુષ સ્મૃતિમંદિરે દર્શન કરી સ્વામીશ્રી ગોલ્ફકારમાં વિરાજીને સભામંડપ તરફ અગ્રસર થઈ રહ્યા હતા ત્યારે સેવક સંતે એક હરિભક્તના પ્રશ્નની રજૂઆત કરવી શરૂ કરી. પણ સ્વામીશ્રીનાં નજર અને મન આજુબાજુ ઊભા રહીને દર્શન-પ્રાર્થના કરી રહેલા હરિભક્તો તરફ હતાં. થોડી ક્ષણો અટકીને ફરી સેવક સંતે વાત ઉપાડી. સ્વામીશ્રીએ ધ્યાન હરિભક્તો તરફથી ખસેડ્યું નહીં. સેવક સંતે ફરી થોડી પ્રતીક્ષા કરી, પછી ત્રીજી વાર વાત ઉપાડી. સ્વામીશ્રી થોડા અકળાઈને કહે : ‘પછી...’
સ્વામીશ્રીની ઇચ્છા દરેક હરિભક્તને બને એટલો વધુ લાભ આપવાની રહે છે. વાતચીત કરવામાં કોઈ રહી જાય તે તેઓને પસંદ નથી. સેવક સંત સમજી ગયા, પણ રમૂજ કરતાં કહે : ‘પ્રમુખસ્વામી મહારાજ હોય તો બે કામ એક સાથે કરે !’
સ્વામીશ્રીની ગુરુભક્તિ ઊછળી આવી, કહે : ‘એ તો ચાર કરે... એમના પેંગડામાં આપણો પગ ન પડે.’
Vachanamrut Gems
Gadhadã II-17:
Not Noticing Faults in Someone who Serves his Self-interests
“In fact, it is a usual custom in this world that an intelligent person will not notice a fault in someone who serves the person’s major self-interests…"
[Gadhadã II-17]