પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૪
નૈરોબી, તા. ૮-૨-'૭૦ બપોરે ૧-૧૫.
મુંબઈ અને ગોંડલમાં યોગીજી મહારાજનો નિત્યક્રમ ઘડિયાળના કાંટા પ્રમાણે ચાલતો. અહીં બધા સમય બદલાઈ ગયા હતા. છતાં સ્વાસ્થ્ય સારું હતું. આજે ઠાકોરજી જમાડી અંત્ય ૨૪મું વચનામૃત વંચાવતાં વાત કરી કે 'સોળે વાત (સાધન) સાધુ (સિદ્ધ) કરાવે માટે સાધુ સમાગમ શ્રેષ્ઠ...'
'... અહીં કોઈ મુખવાસ દેતું નથી ?' સ્વામીશ્રીએ કથાવાર્તાના પ્રસંગમાં એકાએક આ પ્રશ્ન મૂક્યો.
'પાન અહીં થાય છે કે નહિ ?'
'બાપા, બાર આનાનું એક પાન મળે છે.'
'અહીં લાખો રૂપિયા છે. કોણ પૈસાને પૂછે છે ? નત પચીસ-પચાસ પાન વાળવા ને ઠાકોરજીને ધરાવવા.' સ્વામીશ્રીએ આજ્ઞા કરી.
ગોંડલમાં આ રોજનો ક્રમ હતો. બપોરે ઠાકોરજી જમાડ્યા પછી સભામંડપમાં કથા થતી હોય. સ્વામીશ્રી ગમ્મત સાથે જ્ઞાન પીરસતા હોય. એવામાં પૂજારી નિર્ગુણ સ્વામી ઠાકોરજીને ધરાવેલા પાનની છાબડી લઈને આવે, સ્વામીશ્રી સૌને પાન આપે.
હરિકૃષ્ણ મહારાજને પાન તો ધરાવવા જ જોઈએ. એટલે આજથી છૂટાં પાન હરિભક્તો લાવવા મંડ્યા અને સંતો પાનબીડાં વાળી થાળ પછી ઠાકોરજીને ધરાવતા. અને પ્રસાદી સ્વામીશ્રી હરિભક્તોને વહેંચતા. ઠાકોરજી-હરિકૃષ્ણ મહારાજની સેવાનો આટલે હદ સુધીનો ખટકો સ્વામીશ્રી રાખતા-રખાવતા. આફ્રિકાના સમગ્ર પ્રવાસ દરમ્યાન અને લંડનમાં પણ આ જ રીતે ઠાકોરજીને પાનબીડાં ધરાવાતાં. દેશમાં તો આ રીતે સેવા થતી જ હતી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-16:
For Those Who have Little Vairagya
“… Furthermore, for those who have little vairãgya, remaining within niyams is the only way of being saved, just as an ailing person can be cured only if he controls his diet and completes his course of medication."
[Gadhadã II-16]