પ્રેરણા પરિમલ
ત્યાગ વૈરાગ્યનો ઈશક
ઘણાં દિવસથી દાદર મંદિરમાં યોગીજી મહારાજ બિરાજતા હતા. તેમને કેમે કરીને ઊંઘ આવતી નહોતી. ઘણી પ્રકારની દવાઓ બદલવા છતાં રાત્રે ઊંઘમાં તકલીફ પડતી. વળી, બીજી નાની નાની શારીરિક તકલીફો પણ આવતી જતી. એટલે થોડા દિવસ પરામાં કોઈ સ્થળે આરામ માટે જવાનું ઠેરાવ્યું. જો કે શરદ પૂનમનો સમૈયો પણ નજીક આવી રહ્યો હતો. કોઈએ ત્યારે પણ મુંબઈ રોકાઈ જવાનું દબાણ કર્યું.
'એ તો સો વાતે સમૈયામાં જવું જ પડે કોઈ ના પાડશે તો હું દંડવત્ કરીશ. પણ સમૈયામાં જવું જ પડે. ચાલીસ વર્ષથી સમૈયો છોડ્યો નથી. ને જેનું જે સ્થાન હોય તેનો સંબંધ થાય તો ફટ દઈને રોગ ઊડી જાય. જો જો અક્ષરદેરીમાં જઈશું તો રોગ નહિ રહે.' અક્ષરદેરીના એ સાક્ષાત્ અક્ષરધામતુલ્ય સ્થાન સાથે પોતાની આત્મીયતા અને એકતાનો પડઘો સ્વામીશ્રીના શબ્દે શબ્દે પડી રહ્યો હતો.
આજે હોમિયોપેથિક ડૉક્ટર સુબોધ મહેતા સ્વામીશ્રીને જોવા આવેલા. બીજા ડૉક્ટરો સ્વામીશ્રીની બધી તકલીફો જણાવતા હતા. કોઈકે કહ્યું, સ્વામીશ્રીને ઠંડી બહુ લાગે છે. એટલે સ્વામીશ્રી કહે :
'આઠ ગોદડાં ઓઢવાં પડે છે. પહેલાં એવું ન હતું. પહેલાં તો અમે નીચે ગુણિયા ઉપર સૂઈ જતા. ને દસ દસ ગાઉ પોટલાં ઊંચકીને હાલતા. ને ગાડામાં કે ગાડીએ બેસતા નહિ. ઠંડે પાણીએ ન્હાતા. છેલ્લા આઠ-દસ વર્ષથી આવું થઈ ગયું છે.' સ્વામીશ્રીના શબ્દોમાં એમનો ત્યાગ-વૈરાગ્યનો ઈશક અછતો રહેતો નહિ.
Vachanamrut Gems
Gadhadã I-66:
Understanding Scriptures
"Besides, the words of the scriptures cannot be understood in their true context by anyone except an ekãntik bhakta…"
[Gadhadã I-66]