પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૯૧
મુંબઈ, તા. ૧૫-૭-૧૯૭૦
મુંબઈમાં રવિવારે સવારે બાળમંડળની સભામાં યોગીજી મહારાજ પધાર્યા. બાળકોએ તૈયાર કરેલા 'યોગી અંક'નું ઉદ્ઘાટન કર્યું. પછી બાળકોને આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું : 'આપણે સિનેમા ન જોવી...
બજારનું ન ખાવું...
'બોલો, સિનેમા કોણ જુએ છે ? આંગળી ઊંચી કરો.'
બાળકોએ નિર્દોષભાવે તુરત આંગળી ઊંચી કરી.
'સિનેમા ન જોવાય. કો' નહિ જોઈએ.'
બધા બાળકો તે પ્રમાણે સમૂહમાં બોલ્યા.
'બજારનું કોણ ખાય છે ? આંગળી ઊંચી કરો.'
તુરત નાની નાની ઘણી આંગળીઓ ઊંચી થઈ.
'બજારનું ન ખવાય. કો' નહિ ખાઈએ.'
બધા બાળકો તે પ્રમાણે સાથે બોલ્યા.
નિર્દોષતા સાથે સહૃદયતાનું એક નૌતમ દૃશ્ય નિહાળતા ઊભેલા બીજા પણ નાના-મોટા સૌ હરિભક્તોના હૃદયમાં આ આદેશનો પડઘો પડ્યો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-16:
The Nature of the Indriyas Explained
“The indriyas are like the wind – even though the wind cannot be seen, it can be inferred that the wind is blowing by the way in which it shakes the trees. Similarly, the vruttis of the indriyas cannot be seen, but everyone realises that they surge towards the vishays. If a person deceitfully attempts to hide this, then realising him to be deceitful, others will condemn him all the more. Therefore, in no way can one conceal the acute cravings of one’s indriyas to indulge in the vishays."
[Gadhadã II-16]