પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૪૨
કંપાલા, તા. ૨૩-૩-'૭૦
ફૂલદોલના ઉત્સવ પ્રસંગે પુષ્પના હિંડોળામાં સ્વામીશ્રીને પધરાવ્યા, એ તો એમને ગમ્યું નહિ. વળી, પુષ્પનો મુગટ પણ આગ્રહ કરી સૌએ પહેરાવી દીધો. એનો રંજ સ્વામીશ્રીના મનમાં રહી ગયો. તે એનો જાણે ખરખરો કરતા હોય એમ કહેવા લાગ્યા :
'મુગટ નથી કરવો' એમ મેં ના પાડી હતી. પણ પરાણે પહેરાવી દીધો. તેનું શું કરવું ?' મેં મહંત સ્વામીને પૂછ્યું હતું કે આ શું કરો છો ?
તેમણે કહ્યું, 'ઠાકોરજી સારુ મુગટ કરીએ છીએ.'
'બાપા, ઠાકોરજી માટે જ કરેલો અને ઠાકોરજીએ જ પહેર્યો હતો.' સૌ બોલ્યા. તે સાંભળી સ્વામીશ્રી પણ બોલી ગયા, 'હા...'
મહારાજની મૂર્તિમાં જ સદા નિઃમગ્ન સ્વામીશ્રીને જ્યારે ભક્તો ભુલવણીમાં મૂકી દેતા ત્યારે ક્યારેક સાચું બોલી જતા !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-2:
Complete Fulfilment and Overcoming the Fear of Death
"… In My mind, I feel that there are four types of devotees of God who no longer fear death and who feel completely fulfilled. These four types are: first, one who has faith; second, one with gnãn; third, one with courage; and fourth, one with affection. These four types of devotees do not fear death, and they feel fulfilled while still alive."
[Loyã-2]